વારાણસીઃકાશીમાં એક એવું ઘર છે, જ્યાં માણસો કરતા પશુ પક્ષીઓ વધુ પ્રમાણમાં જોવા(Shelter is given to animals) મળે છે. આ ધરમાં અબોલને આશરો આપવામાં આવે છે. જ્યાં તેમની પરિવારના સભ્યની જેમજ જાળવણી કરવામાં આવે છે. આ તમામનું પાલન પોષણ એક મહિલા દ્વારા કરવામાં આવી રહ્યું(Animal Lover Swati Balani) છે. મહિલાનું નામ સ્વાતિ બલાની છે. તેની સાથે પોતાના માતા-પિતા ઉપરાંત 20 કૂતરા, 13 બિલાડીઓ, 2 બળદ, એક ગરુડ, બે ડઝનથી વધુ કબૂતર અને 5 ડઝનથી વધુ અન્ય પ્રજાતિના પક્ષીઓ રહે છે. સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. આ સમયે તેનું આખું ઘર પ્રાણી સંગ્રહાલયથી ઓછું નથી લાગતું.
આવા પ્રાણીઓને મળે છે આશરો - વારાણસીની સ્વાતિ બાલાનીની વાર્તા થોડી અલગ છે. શહેરના સિકરૌલમાં રહેતી સ્વાતિને અબોલ પ્રત્યે અપાર પ્રેમ છે. તેણે પોતાના આલીશાન ઘરને પ્રાણી સંગ્રહાલયમાં ફેરવી દીધું છે. તેનો આ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જોઇને લોકો તેને 'મોગલી' પણ કહેવા લાગ્યા છે. સ્વાતિ બાલાનીના ઘરના પ્રાણીઓ થોડા અલગ છે. આ એવા પ્રાણીઓ છે જે અપંગ છે, જેમને ઈજા થઈ છે અથવા કોઈ રોગને કારણે ઘરની બહાર ધકેલી દેવામાં આવ્યા છે. તેવા તમામ પશુંઓને સાચવવાનું કામ આ મહિલા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - વાનર અને બાળકીનો પ્રેમ જોઈને તમે દંગ રહી જશો
બધા પ્રાણીઓના અલગ અલગ નામ - સ્વાતિએ આ બધા નિરાધાર પ્રાણીઓ અને પક્ષીઓના અલગ અલગ નામ પણ રાખ્યા છે. કુતરાઓના નામની વાત કરીએ તો તેમાં, સુલતાન, લાડુ, ચુન્ની, ગટ્ટુ, રોક્સી, કાલુ, રાવણ, શેરા, સબઝી, માછલી, ઝુમરૂ બરફી, લીસા, બુલબુલ, જીમી, માઇક્રો અને બેરી છે. બિલાડીઓના નામ ચુલબુલ, જેકી, પિક્સી, હની, સુલી, બિલ્લુ અને જોર્ડન છે. ગરુડનું નામ ચીલુ છે. આ સાથે સ્વાતિ ઘરની નજીક રહેતા રખડતા પ્રાણીઓને પણ ખોરાક આપે છે. ઘરની છત પર વિવિધ પક્ષીઓની સાથે ડઝનબંધ કબૂતરો પણ છે.
પરિવાર પણ આ કામમાં મદદ કરે છે -સ્વાતિની માતા મેડિકલ ઓફિસરના પદ પરથી નિવૃત્ત થઈ ચૂકી છે. તેમના પિતા બેંક ઓફિસર તરીકે નિવૃત છે. સ્વાતિ તેના મિત્રોની મદદથી આ પ્રાણીઓની સંભાળ રાખે છે. સ્વાતિએ મુંબઈથી મેનેજમેન્ટનું શિક્ષણ લીધું અને થોડા દિવસ ત્યાં નોકરી પણ કરી હતી. તેનું ત્યાં આગળ મન ન લાગતા, તે બનારસ પાછી આવી ગઇ હતી. તે 10 વર્ષથી સતત પ્રાણીઓની સેવા કરી રહી છે.
મુશ્કેલીમાં રહેલા પ્રાણીઓને ઘરે લાવે છે - સ્વાતિ બાલાનીએ જણાવ્યું કે, બાળપણથી જ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હતો. નાના અને દાદાજી પાસેથી પણ આ શીખ્યા છે. બંનેના ઘરોમાં ઘણા પ્રાણીઓ રહે છે. તે બાળપણથી જ પ્રાણીઓની વચ્ચે રહી છે. જ્યારે તે રસ્તામાં ઇજાગ્રસ્ત પ્રાણીઓને જોવે છે, ત્યારે તેને ખૂબ દુઃખ થાય છે. તે પહેલા ડૉક્ટરની સલાહ લે છે, તે પછી તે પ્રાણીને ઘરે લાવે છે. પ્રાણીઓને તેના ધરનું વાતાવરણ માફક આવી જતા ત્યાંજ રહેવાનું વધું પસંદ કરવા લાગે છે.
આ પણ વાંચો - આને કહેવાય પ્રાણી પ્રેમ: ક્રિશનો બર્થડે ઉજવવા 5,000 લોકોને નોનવેજનું ભોજન
અબોલના પ્રેમના કારણે લગ્ન કર્યા નથી - સ્વાતિ બાલાનીએ કહ્યું કે, તેણે લગ્ન એટલા માટે નથી કર્યા કારણ કે અબોલ પ્રાણીઓ તેમના માટે બાળકો સમાન જ છે. જો તે લગ્ન કરશે તો પતિનું તેના પરિવારનું ધ્યાન રાખવું પડશે. તો પછી આ બધાનું શું થશે? તેને અબોલ જોડે રહેવામાં તેને સૌથી વધુ ખુશી મળે છે. તેની કોલોનીમાં રહેતા શ્વાનોનું પણ તે સમયાંતરે ચેકઅપ કરાવે છે.
ઘરમાં કૂતરો અને બિલાડી સાથે રહે છે -તમે જોયું હશે કે કૂતરા અને બિલાડી એકબીજાના જીવના દુશ્મન છે. પરંતુ બનારસના આ અનોખા ઘરમાં બધા એક સાથે રહે છે. એક જ ઘરમાં એકસાથે રમે છે. સ્વાતિ બાલાની કહે છે કે જ્યાં પ્રેમ છે ત્યાં બધું જ શક્ય છે. તે એવી જ રીતે જીવશે જે રીતે તે અબોલનો ઉછેર કરવામાં આવશે. સામાન્ય રીતે જ્યારે દીકરીની ઉંમર વધે છે ત્યારે પરિવારના સભ્યો તેના લગ્નની ચિંતા કરે છે. પરંતુ, સ્વાતિએ કહ્યું કે તેની માતા રીટા બાલાની તેના કામથી ખૂબ જ ખુશ છે. તે કહે છે કે આ ખૂબ જ સારું કામ છે. સ્વાતિને બાળપણથી જ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે. રીટા બાલાનીએ કહ્યું કે તેની પુત્રી સ્વાતિ તેની સાથે લગ્ન કરશે જે તેના જેવા નિર્દોષને પ્રેમ કરશે.