ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Vande Bharat Train: વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ત્રણ મહિનામાં થઈ 3જી ઘટના - વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારાને કારણે C-8 કોચની બારીના કાચ તૂટી ગયા હતા.

Vande Bharat Train: વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ પર ફરીથી પથ્થરમારો, ત્રણ મહિનામાં થઈ ત્રીજી ઘટના
Vande Bharat Train: વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ પર ફરીથી પથ્થરમારો, ત્રણ મહિનામાં થઈ ત્રીજી ઘટના

By

Published : Apr 6, 2023, 9:26 AM IST

વિશાખાપટ્ટનમઃઆંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બુધવારે ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ત્રણ મહિનામાં વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસમાં પથ્થરમારાની આ ત્રીજી ઘટના છે. રેલ્વેના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બુધવારે વિશાખાપટ્ટનમથી ઉપડનારી વંદે ભારત એક્સપ્રેસને 05:45 વાગ્યે નિર્ધારિત પ્રસ્થાનને બદલે 09:45 માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. કારણ કે બદમાશો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને કારણે C-8 કોચની બારીના કાચ તૂટી ગયા હતા.

આ પણ વાંચોઃDelhi Liquor Policy Scam: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી

ટ્રેન પર પથ્થરમારો કરયોઃ આ પહેલા જાન્યુઆરીમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં વંદે ભારત ટ્રેન પર મેન્ટેનન્સ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિશાખાપટ્ટનમના કાંચારાપાલમ પાસે વંદે ભારત એક્સપ્રેસના કોચની વિન્ડશિલ્ડને નુકસાન થયું હતું. ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) અનૂપ કુમાર સેતુપતિએ જણાવ્યું કે, જ્યારે વંદે ભારત ટ્રેન મેઈન્ટેનન્સ અને ટ્રેનને ચલાવવા માટે વિશાખાપટ્ટનમ પહોંચી ત્યારે વિશાખાપટ્ટનમ સ્ટેશન પર કેટલાક અજાણ્યા લોકોએ તેના પર પથ્થરમારો કર્યો હતો.

આ પણ વાંચોઃPadma Awards 2023: મુલાયમ સિંહ યાદવ,હેમંત ચૌહાણ, સુધા મૂર્તિ સહિત અનેક લોકો પદ્મ પુરસ્કારોથી સન્માનિત

આરોપીઓની શોધ ચાલુઃ તેમણે વધુમાં કહ્યું કે, તેઓ CCTV ફૂટેજ ચકાસી રહ્યા છે અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) આરોપીઓની શોધમાં છે. ડીઆરએમએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. નવી વંદે ભારત ટ્રેનના કોચના કાચ તુટી ગયા બાદ કાંચરાપાલેમ નજીક કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ કોચ પર પથ્થરમારો કર્યો હતો. અમે સીસીટીવી કેમેરા ચેક કરી રહ્યા છીએ. અમારી આરપીએફ પોલીસ તેમને શોધી રહી છે. એકવાર તેઓ પકડાઈ જશે તો તેમને સજા થશે.

આ પણ વાંચોઃગુલામ નબી આઝાદનું પુસ્તક લોન્ચ, કહ્યું- કોંગ્રેસ છોડવા પાછળ રાહુલ જવાબદાર

ABOUT THE AUTHOR

...view details