ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્ર પ્રદેશ: ગુંટૂર જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં છ લોકોના મોત - મૃતક ઓડિશા અને બિહારના રહેવાસી હતા

આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં છ લોકોના મોત નીપજ્યાં છે. સ્થાનિક લોકો અને પોલીસ પણ રેપાલે મંડળના લંકેવનિડિબ્બા નામના સ્થળે તળાવની રક્ષા કરી રહેલા લોકોના જીવ જવાના કારણે ચોંકી ઉઠ્યા છે.

ગુંટૂર જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં છ લોકોની થઇ મોત
ગુંટૂર જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં છ લોકોની થઇ મોત

By

Published : Jul 30, 2021, 1:44 PM IST

  • આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં છ લોકોના મોત નીપજ્યાં છે
  • આ ઘટના મધરાતે એક તળાવ નજીક બની હતી
  • પોલીસ ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્રિત કરી રહી છે

ગુંટૂર: આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં છ લોકોના મોત નીપજ્યાં છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, શેડ પર વીજળીની લાઇન પડવાના કારણે કરંટ લાગવાથી તેમના મૃત્યુ નિપજ્યા છે. આ ઘટના મધરાતે એક તળાવ નજીક બની હતી.

આ પણ વાંચો- બે પુત્રોના ઝઘડામાં માતાનું કરૂણ મૃત્યું

મૃતક ઓડિશા અને બિહારના રહેવાસી હતા

મૃતક ઓડિશા અને બિહારના રહેવાસી હતા. મૃતકોની ઓળખાણ રામમૂર્તિ, કિરણ, મનોજ, પંડાબો, મહેન્દ્ર અને નવીનના રૂપમાં થઇ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્રિત કરી રહી છે. કરંટના તાર શેડ પર પડવાથી આગ લાગવાની સંભાવના રહે છે પરંતું વીજળી વિભાગના અધિકારી અલગ-અલગ કારણો જણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ઘટનાનું કારણ શોર્ટ સર્કિટ હોય ના શકે. આ ઘટના શેડની અંદર કેમિકલ હોવાના કારણે થઇ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- Survey: કોરોનાથી પારિવારિક સભ્યનું મૃત્યુ થયું હોય તેવા લોકોને લાગતો અતાર્કિક ભીડનો ભય

ઘટનાને લઇને અલગ-અલગ આશંકાઓ ઉભી થઇ રહી છે

વિદ્યુત અધિકારીઓનું કહેવું છે કે, દુર્ઘટના શોર્ટ સર્કિટના કારણે ઘટી નથી. આ ઘટનાને લઇને અલગ-અલગ આશંકાઓ ઉભી થઇ રહી છે. પોલીસે મીડિયાને ઘટના સ્થળે જવા ન દીધી ન હતી.

ABOUT THE AUTHOR

...view details