ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Anantnag Encounter : એન્કાઉન્ટરમાં લશ્કર કમાન્ડર ઉઝૈર ખાન ઠાર, અન્ય એક આતંકવાદી પણ માર્યો ગયો - Anantnag Encounter

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કર કમાન્ડર ઉઝૈર ખાન પણ સામેલ છે. હાલમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Etv Bharat
Etv Bharat

By ANI

Published : Sep 19, 2023, 4:30 PM IST

અનંતનાગ : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કર કમાન્ડર ઉઝૈર ખાન પણ સામેલ હતો. ઉઝૈર ખાન પર દસ લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. હાલમાં આ વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

બે આતંકવાદીઓનો ખાતમો કરાયો : અનંતનાગમાં આતંકવાદ વિરોધી ઓપરેશન અંગે માહિતી આપતાં એડીજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે, સર્ચ ઓપરેશન ચાલુ રહેશે કારણ કે હજુ ઘણા વિસ્તારો બાકી છે... અમે લોકોને ત્યાં ન જવાની અપીલ કરીશું... અમારી પાસે 2-3 આતંકવાદીઓ વિશેની માહિતી હતી. શક્ય છે કે અમને ક્યાંક ત્રીજી લાશ મળી શકે, તેથી અમે સર્ચ ઓપરેશન પૂર્ણ કરીશું.

સતત સાત દિવસથી મિશન શરુ : તેમણે વધુમાં કહ્યું કે, અમને લશ્કર કમાન્ડરનો મૃતદેહ મળ્યો છે, અમે ત્રીજા શબની શોધ કરી રહ્યા છીએ. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં 13 સપ્ટેમ્બરે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ એન્કાઉન્ટર દરમિયાન સેનાના બે વરિષ્ઠ અધિકારીઓ અને જમ્મુ-કાશ્મીરના ડીએસપી શહીદ થયા હતા. સુરક્ષા દળોએ આતંકીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચાલુ રાખ્યું હતું.

  1. Jammu Kashmir Terrorist Attack News : શ્રીનગરના CRPF વાહન પર આતંકવાદી હુમલો, કોઈ જાનહાનિ નહીં
  2. Anantnag encounter 4th day: અનંતનાગમાં ચોથા દિવસે પણ એન્કાઉન્ટર યથાવત, ગાઢ જંગલોમાં આતંકીઓ ઘેરાયા
  3. Anantnag Martyrs Funeral: અનંતનાગ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા કર્નલ મનપ્રીત અને મેજર આશિષના અંતિમ સંસ્કાર આજે થશે, પાર્થિવ દેહ પાણીપત પહોંચ્યો

ABOUT THE AUTHOR

...view details