- જમ્મૂ કશ્મીરમાં ફરી એક વખત આતંકી હુમલો
- ભાજપના નેતા અને તેમના પત્નીની હત્યા
- ગોળી મારીને હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર
જમ્મૂ: અનંતનાગમાં આજે સોમવારે બપોરના સમયે ભાજપમાંથી ચૂંટાઈને આવેલા સરપંચ રસૂલ ડાર અને તેમના પત્ની જવીરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તબક્કે સંદિગ્ધ આતંકીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.