ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના "રોકા"

રાધિકા મર્ચન્ટ અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ આજે સગાઈ (Engagement of Radhika Merchant and Anant Ambani) કરી છે. રાધિકા ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્નાતક છે અને બોર્ડ ઓફ એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે. સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Engagement of Mukesh Ambani son Anant Ambani)

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના "રોકા"
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના "રોકા"

By

Published : Dec 29, 2022, 5:08 PM IST

Updated : Dec 29, 2022, 10:53 PM IST

રાજસ્થાન: દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણીના ઘરને ફરી એકવાર ખુશીના જશ્નથી શણગારવામાં આવ્યું છે. વાસ્તવમાં, મોટા પુત્ર અને પુત્રી બાદ હવે મુકેશના નાના પુત્ર અનંત અંબાણીની દુલ્હન (Engagement of Mukesh Ambani son Anant Ambani) લાવવાની તૈયારીનું પહેલું પગલું પૂર્ણ થઈ ગયું છે. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટએ "રોકા" (સગાઈ) કરી લીધી છે. (Engagement of Radhika Merchant and Anant Ambani)

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના "રોકા"

શ્રીનાથજી મંદિરમાં સગાઈ: રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં સગાઈ કરવામાં આવી હતી. જ્યાં બન્નેની સગાઈ કરવામાં આવી હતી. અનંત અને રાધિકા થોડા વર્ષોથી એકબીજાને ઓળખે છે. રાધિકા અને અનંતનો એકસાથે ફોટો 2018માં વાઇરલ થયો હતો. ફોટોમાં બંને મેચિંગ ગ્રીન આઉટફિટ્સમાં જોવા મળ્યાં હતાં. આજના સમારંભથી આગામી મહિનાઓમાં તેમના લગ્ન પ્રસંગની યાત્રા શરૂ થશે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના "રોકા"

પિતાની કંપનીમાં અનંત અંબાણીનું કદ: તમને જણાવી દઈએ કે, 27 વર્ષીય અનંત અંબાણી તેમના પિતાની કંપની રિલાયન્સ ગ્રુપમાં મહત્વના પદ પર છે. ઉલ્લેખનીય છે કે, અનંતને રિલાયન્સના નવા એનર્જી બિઝનેસની જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં, અનંત રિલાયન્સ 02C અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જીના ડિરેક્ટર છે. અનંતને આ જવાબદારી ફેબ્રુઆરી 2021માં મળી હતી.

આ પણ વાંચો:પ્રખ્યાત ફિલ્મ સર્જક નીતિન મનમોહનનું થયું નિધન, આવ્યો હતો હાર્ટ એટેક

સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની રોકાની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થઈ રહ્યો છે. તેમના ચાહકો આ અમીર યુગલને ખૂબ પ્રેમથી અભિનંદન આપી રહ્યા છે. આ ખુશીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ પણ ટ્વિટ કરીને કપલને શુભેચ્છા પાઠવી છે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે અને તેની માર્કેટ કેપિટલાઇઝેશન 17 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં સગાઈ

આ પણ વાંચો:ખાનની 'પઠાણ'માં કરવા પડશે મોટા ફેરાફર, સેન્સરબોર્ડનો આદેશ

અનંતે યુ.એસ.એ.ની બ્રાઉન યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય તરીકે સહિત વિવિધ ક્ષમતાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપી છે. તેઓ હાલમાં RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. જ્યારે રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું છે. ત્યાર બાદ તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં તેણે પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમના એક એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી.

Last Updated : Dec 29, 2022, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details