- પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર
- એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર
- આતંકવાદીઓ સામે સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. સમાચાર અનુસાર, એન્કાઉન્ટર જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં આ ઘટના બની છે.
પુલવામાના કાકાપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓ વિરૂદ્ધ આજના અભિયાનમાં જમ્મુ-કાશ્મીર પોલીસ સુરક્ષા દળોનો સાથ આપી રહી છે. પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં એન્કાઉન્ટરની શરૂઆત થઈ ગઈ છે. પોલીસ અને સુરક્ષાદળો કાર્યવાહી કરી રહ્યા છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરઃ 14 દિવસમાં 22 આતંકી ઠાર મરાયા, સુરક્ષાદળ એલર્ટ
પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર
આ પહેલા જમ્મુ કાશ્મીરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદીઓ શોપિયાંમાં સુરક્ષાદળોની સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. તેમાંથી એક હિઝબુલ મુજાહિદ્દીનનો સભ્ય હતો અને તે ગયા અઠવાડિયે જ પાકિસ્તાનથી આવ્યો હતો.
આ પણ વાંચો: શોપિયાં એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ
શનિવારના રોજ થઈ હતી અથડામણ
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં શનિવારે સુરક્ષા જવાનો દ્વારા એન્કાઉન્ટર દરમિયાન બે આતંકી ઠાર થયા હતા. આ એન્કાઉન્ટર શોપિયાંના વંગમ વિસ્તારમાં ચાલી રહ્યું હતું. માહિતી મુજબ, પોલીસ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. આ ગોળીબારમાં સેનાના ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજાગ્રસ્ત સૈનિકોમાંથી એક હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ શહીદ થયો હતો. શહીદ જવાનની ઓળખ પિંકુ કુમાર તરીકેની થઈ છે. આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે, ઓપરેશનમાં અત્યાર સુધીમાં એક આતંકવાદી માર્યો ગયો છે પરંતુ તેની ઓળખ મળી શકી નથી.