ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોના અંગે ગુરુવારે ઈમરજન્સી બેઠકનું આયોજન - ઈમરજન્સી બેઠક

દિલ્હીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. મુખ્યપ્રધાન પહેલા ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને પછી આરોગ્ય પ્રધાન અને મુખ્ય સચિવ સહિત અનેક અધિકારીઓ સાથે બેઠક યોજશે.

By

Published : Apr 15, 2021, 10:04 AM IST

  • દિલ્હીમાં કોરોનાના કેસ વધતા રાજ્યની સ્થિતિ બગડી રહી છે
  • દિલ્હીના મુખ્યપ્રધાન ઉપરાજ્યપાલ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક
  • દિલ્હીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 11,540 થઈ

નવી દિલ્હીઃ દિલ્હીમાં પણ કોરોનાના કેસ સતત વધતા રાજ્યની સ્થિતિ બગડી રહી છે ત્યારે આ તમામને ધ્યાનમાં રાખી દિલ્હીના મુખ્યપ્રધાન ગુરુવારે ઈમરજન્સી બેઠક યોજશે, જેમાં તેઓ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને પછી આરોગ્ય પ્રધાન અને મુખ્ય સચિવ સહિત અનેક અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

આ પણ વાંચોઃકોરોના મામલે મુખ્યપ્રધાને 8 મનપા કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી

કેજરીવાલ મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે દિલ્હીમાં સવારે 11 વાગ્યે ઈમરજન્સી બેઠક યોજશે, જેમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. ત્યારબાદ 12 વાગ્યે આરોગ્ય પ્રધાન, મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓની સાથે પણ કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃમુખ્યપ્રધાન કેજરીવાલે કોરોનાના વધતા જતા કેસો પર સમીક્ષા બેઠક યોજી

દિલ્હીમાં બુધવારે કોરોનાના નવા 17,282 કેસ નોંધાયા

આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં બુધવારે કોરોનાના નવા 17,282 કેસ નોંધાયા હતા ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 7,67,438 થઈ છે. આ સાથે જ બુધવારે 104 દર્દીઓના મોત થયા છે. આ આંકડા 30 નવેમ્બર 2020 પછીથી સૌથી વધુ છે. 30 નવેમ્બરે એક દિવસમાં 108 દર્દીઓના મોત થયા હતા. જ્યારે હવે મૃતકોની કુલ સંખ્યા 11,540 થઈ છે.

ABOUT THE AUTHOR

...view details