ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં મતદાન શરૂ થતા પહેલાં ચૂંટણી પંચના વાહનને આગ લગાવાઈ - ચૂંટણી પંચના વાહનને આગ લાગી

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ સાથે જ પુરુલિયા જિલ્લાના વંદવાનમાં ચૂંટણી અધિકારીઓ મતદાન કેન્દ્ર પરથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમના વાહનને આગ લગાવવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

પશ્ચિમ બંગાળમાં મતદાન શરૂ થતા પહેલાં ચૂંટણી પંચના વાહનને આગ લગાવાઈ
પશ્ચિમ બંગાળમાં મતદાન શરૂ થતા પહેલાં ચૂંટણી પંચના વાહનને આગ લગાવાઈ

By

Published : Mar 27, 2021, 10:06 AM IST

Updated : Mar 27, 2021, 2:15 PM IST

  • પશ્ચિમ બંગાળમાં શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ
  • પુરુલિયા જિલ્લાના વંદવાનમાં ચૂંટણી પંચના વાહનને આગ લગાવાઈ
  • આગના બનાવમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી, પોલીસ તપાસ શરૂ

આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળની ચૂંટણી : પ્રથમ તબક્કામાં 30 બેઠકો માટે મતદાન શરૂ

પુરુલિયાઃ પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાના મતદાન શરૂ થવાના થોડા જ કલાક પહેલા શુક્રવારે રાત્રે પુરુલિયા જિલ્લાના વંદવાનમાં ઈલેક્શન ડ્યૂટી માટે ભાડે લેવાયેલા એક વાહનને આગ લગાવવામાં આવી છે.

આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળની ચૂંટણી મહત્ત્વની છે કે પછી બાંગ્લાદેશની મુલાકાત?

પુરુલિયા જિલ્લાના વંદવાનમાં ચૂંટણી પંચના વાહનને આગ લગાવાઈ

ચૂંટણી અધિકારીઓ મતદાન કેન્દ્રથી પરત ફરતા હતા ત્યારે વાહનમાં આગ લાગી

આ અંગે મળતી માહિતી અનુસાર, આ ઘટના ચૂંટણી અધિકારીઓ જ્યારે મતદાન કેન્દ્ર છોડીને પરત ફરી રહ્યા હતા ત્યારે થઈ હતી. આ દરમિયાન રાજ્યના નક્સલ પ્રભાવિત જંગલમહલ ક્ષેત્રના તુલસિડી ગામમાં આ આગનો બનાવ બન્યો હતો. પુરુલિયા જિલ્લામાં શનિવારે 9 વિધાનસભા બેઠક પર પહેલા તબક્કાનું મતદાન થશે.

Last Updated : Mar 27, 2021, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details