ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીને જરૂરી ઓક્સિજન નહીં મળે, તો આખી મેનેજમેન્ટ ઠપ થઈ જશે : વકીલ - Oxygen supply hearing in the High Court

દિલ્હીની મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં ઓક્સિજનના સપ્લાય અંગે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન દિલ્હી સરકારના વકીલ રાહુલ મહેરા અને કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા સોલિસિટર જનરલ તુષાર મહેરા વચ્ચે આરોપો-પ્રત્યારોપ થયા હતા.

Delhi High Court
Delhi High Court

By

Published : Apr 24, 2021, 1:40 PM IST

  • મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં ઓક્સિજનના સપ્લાય અંગે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી
  • દિલ્હીને હજી સુધી 480 મેટ્રિક ટન ઓક્સિજન મળ્યો નથી : રાહુલ મહેરા
  • રાહુલ મહેરા અને તુષાર મહેરા વચ્ચે આરોપો-પ્રત્યારોપ થયા

નવી દિલ્હી: દિલ્હીની મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં ઓક્સિજનના સપ્લાય અંગે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન દિલ્હી સરકારના વકીલ રાહુલ મહેરા અને કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા સોલિસિટર જનરલ તુષાર મહેરા વચ્ચે આરોપો-પ્રત્યારોપ થયા હતા. રાહુલ મહેરાએ જણાવ્યું હતું કે, દિલ્હીને હજી સુધી 480 મેટ્રિક ટન ઓક્સિજન મળ્યો નથી.

આ પણ વાંચો :દિલ્હીમાં એક કલાકમાં 14થી વધુના કોરોનાથી મોત, 23,331 નવા કેસ નોંધાયા

306 દર્દીઓ દાખલ છે

મહારાજા અગ્રસેન હોસ્પિટલ વતી વકીલ આલોક અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે બે હોસ્પિટલો ચલાવીએ છીએ. બન્નેમાં 306 દર્દીઓ દાખલ છે. શુક્રવારે રાત્રે જ બન્ને હોસ્પિટલોમાં ઓક્સિજન ખતમ થઈ ગયો હતો. તેમણે દિલ્હી સરકારનો આભાર માન્યો કે રાત્રે ઓક્સિજન મળી ગયો. પરંતુ તે ઓક્સિજન પણ આજે શનિવારે બપોરે બાદ ખતમ થઈ જશે. અમે દર્દીઓને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. તેના પર કોર્ટે પૂછ્યું કે, આ રોજની બાબત છે. અત્યારે સપ્લાયની સ્થિતિ શું છે. કોર્ટે દિલ્હી સરકારને પોતાનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જણાવ્યું છે. શુક્રવારે પણ આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો.

આપણે ફક્ત 350થી 380 મેટ્રિક ટન જ મેળવી રહ્યા છીએ : રાહુલ મહેરા

રાહુલ મહેરાએ જણાવ્યું કે, દિલ્હીને 480 મેટ્રિક ટન ઓક્સિજન ફાળવવામાં આવ્યો છે. પરંતુ આપણે ફક્ત 350થી 380 મેટ્રિક ટન જ મેળવી રહ્યા છીએ. શુક્રવારે અમને 295 મેટ્રિક ટન ઓક્સિજન મળ્યો છે, ત્યારબાદ કોર્ટે પૂછ્યું કે શું તમારો નોડલ અધિકારી કેન્દ્રનો સંપર્ક કરે છે, ત્યારે મહેરાએ હા પાડી હતી. આ અંગે વાંધો ઉઠાવતા તુષાર મહેરાએ જણાવ્યું કે, મહેરાએ કોર્ટના જવાબદાર અધિકારી તરીકે બોલવું જોઈએ.

આ પણ વાંચો :દિલ્હીની બત્રા હોસ્પિટલમાં 1 કલાક સુધી ચાલે તેટલો જ ઓક્સિજન છે

કેન્દ્રના અધિકારીઓ ચોવીસ કલાક કામ કરે છે

ASG ચેતન શર્માએ જણાવ્યું હતું કે, અધિકારીઓ ચોવીસ કલાક કામ કરે છે. તેઓ નોડલ અધિકારીઓ, DM સાથે સતત સંપર્કમાં રહે છે. તેમણે જણાવ્યું કે, દુર્ગાપુરમાં વિમાન ગયા છે. પરંતુ ટેન્કરો ભરવામાં સમય લાગે છે. રાહુલ મહેરાએ કહ્યું કે, દિલ્હી સરકાર પોતે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં રોકાયેલી છે.

ABOUT THE AUTHOR

...view details