ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bihar Road Accident : બિહારમાં કન્ટેનર અને સ્કોર્પિયો વચ્ચે સર્જાયો ગોજારો અકસ્માત, 7 લોકોના થયા મોત - bihar accident

બિહારના રોહતાસ જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. બુધવારે સવારે 3 વાગ્યે અહીં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના કરૂણ મોત થયા છે. વાંચો પૂરા સમાચાર..

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 8:13 AM IST

Updated : Aug 30, 2023, 9:00 AM IST

રોહતાસ : બિહારના રોહતાસમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. જિલ્લાના શિવસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક ઝડપી સ્કોર્પિયોએ રસ્તાના કિનારે ઉભેલી ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.

માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત : મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા તમામ લોકો કૈમુર જિલ્લાના સાવર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કુદરી ગામના રહેવાસી હતા અને બોધગયાથી કૈમુર પરત ફરી રહ્યા હતા. બધા એક જ પરિવારના હતા. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલી સ્કોર્પિયોએ રોડની કિનારે પાર્ક કરેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ઘટનાસ્થળે જ પાંચ લોકોના મોત થયા હતા.

સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઈઃઘટનાના સંબંધમાં જણાવવામાં આવે છે કે સવારે લગભગ 3 વાગ્યે તમામ લોકો સ્કોર્પિયોમાં સવાર થઈને બોધગયાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. વાહન રોહતાસના શિવસાગર વિસ્તારમાં પખનારી પહોંચતા જ સ્કોર્પિયો ચાલકે કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો. સ્પીડ વધુ હોવાને કારણે વાહન સીધું રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાયું હતું.

પોલીસ તપાસમાં લાગી : અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તમામને સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.

  1. Fire In Crackers Factory : કર્ણાટકામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ચાર લોકોના થયા મોત
  2. Ahmedabad Crime News : અમદાવાદના નરોડમાં યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અનેક વાર હવસનો શિકાર બનાવી
Last Updated : Aug 30, 2023, 9:00 AM IST

ABOUT THE AUTHOR

...view details