અમૃતસરઃપંજાબના અમૃતસર જિલ્લામાં ડીએવી પબ્લિક સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ શહેરમાં ઓહાપો સર્જાયો (Amritsar school bomb threat) હતો. જો કે આ કેસની તપાસ બાદ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી કૃત્ય સામે આવ્યું હતું. જણાવી દઈએ કે, અમૃતસરની સ્પ્રિંગ ડેલ સ્કૂલને સોશિયલ મીડિયા પર બોમ્બની ધમકી મળી હતી, જે બાદ સ્કૂલ પ્રશાસને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા એક મેસેજમાં લખ્યું છે કે, 16 સપ્ટેમ્બરે સ્પ્રિંગ ડેલ સ્કૂલમાં ધમાકો થશે. Student cancels maths exam
શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓ જ નીકળ્યા કાંડ કરનાર - પંજાબમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પંજાબના અમૃતસર જિલ્લાની સ્પ્રિંગ ડેલ સ્કૂલને સોશિયલ મીડિયા પર બોમ્બની ધમકીઓ મળી (Amritsar school bomb threat) હતી, જેના પગલે સ્કૂલ સત્તાવાળાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોમવારની સાંજે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા એક મેસેજમાં લખ્યું છે કે, 16 સપ્ટેમ્બરે સ્પ્રિંગ ડેલ સ્કૂલમાં વિસ્ફોટ થશે.
![શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓ જ નીકળ્યા કાંડ કરનાર શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16362872-thumbnail-3x2-bomb.jpg)
પોલીસે વાલીઓને કરી આપીલ :પોલીસ તપાસ દરમિયાન બે લોકોના નામ સામે આવ્યા હતા, જેમાંથી એકની ધરપકડકરવામાં આવી છે. આ સાથે પોલીસ પ્રશાસને બાળકોના વાલીઓને અપીલ કરી છે કે, તેઓ તેમના બાળકોને સ્માર્ટ ફોન ન આપે અને બાળકો પર કડક નજર રાખે. Threats bomb school
સ્કૂલ પાસે પોલીસ તૈનાત કરાયા :આ પહેલા પોલીસને આ મામલાની માહિતી મળતાની સાથે જ સ્કૂલ અને તેની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શાળાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "શાળાના ધ્યાન પર આવ્યું છે કે સોશિયલ મીડિયા પર આવા જ ધમકીભર્યા સંદેશાઓ ફરતા થયા હતા, જેમ કે ગયા અઠવાડિયે શહેરની અન્ય શાળા સામે ફરતા થયા હતા." સોશિયલ મીડિયા મેસેજને ગંભીરતાથી લેતા, શાળાના સત્તાવાળાઓએ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસને જાણ કરી હતી.