ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab News: અમૃતપાલ સિંહના 'નજીકના સહયોગી અને ફાઇનાન્સર'ની કરાઈ ધરપકડ - પંજાબ પોલીસ

જલંધરના કમિશનરે કહ્યું કે, અમૃતપાલ સિંહને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. તેની બે કાર જપ્ત કરવામાં આવી છે. બંદૂક ચલાવતા તેના કેટલાક સહયોગીઓ પણ ઝડપાયા છે.

Punjab News: અમૃતપાલ સિંહના 'નજીકના સહયોગી અને ફાઇનાન્સર'ની કરાઈ ધરપકડ
Punjab News: અમૃતપાલ સિંહના 'નજીકના સહયોગી અને ફાઇનાન્સર'ની કરાઈ ધરપકડ

By

Published : Mar 19, 2023, 1:36 PM IST

નવી દિલ્હીઃ પંજાબમાં ખાલિસ્તાન તરફી 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહને પકડવાના પ્રયાસો ચાલુ છે. દરમિયાન, પોલીસે 'ભાગેડુ ગુનેગાર'ના કથિત સલાહકાર અને ફાઇનાન્સરની ધરપકડ કરી છે. કેન્દ્રીય એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે, અમૃતપાલ સિંહના કથિત સલાહકાર અને ફાઇનાન્સર દલજીત સિંહ કલસી ઉર્ફે સરબજીત સિંહ કલસીની અધિકારીઓએ ધરપકડ કરી છે. આજે વહેલી સવારે અમૃતસરના જલ્લુપુર ખેડા ગામમાં અમૃતપાલ સિંહના ઘરની બહાર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા અને રાજ્યભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો:Rahul Gandhi News: શ્રીનગરમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન મામલે રાહુલ ગાંધીના ઘરે પહોંચી પોલીસ

અમૃતપાલ સિંહને ભાગેડુ જાહેર:આ પહેલા શનિવારે મોડી સાંજે જલંધરના કમિશનર કુલદીપ સિંહ ચહલે પુષ્ટિ કરી હતી કે, કટ્ટરપંથી નેતાને 'ભાગેડુ' જાહેર કરવામાં આવ્યો છે. જલંધરના કમિશનરે કહ્યું કે, અમૃતપાલ સિંહને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. તેની બે કાર જપ્ત કરવામાં આવી છે. બંદૂક ચલાવતા તેના કેટલાક સહયોગીઓ પણ ઝડપાયા છે. તેની સામે ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. તેણે કહ્યું કે પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની શોધ શરૂ કરી દીધી છે, અમે તેને જલ્દીથી પકડી લઈશું. તેમણે જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Flyer lights up in mid-air : પેસેન્જરે ફ્લાઇટમા લાઇટર સળગાવ્યું, આરોપી કસ્ટડીમાં

અમૃતપાલ સિંહના પિતાએ કર્યો દાવો: તેમણે કહ્યું કે હજુ વધુ લોકોની શોધ ચાલુ છે. પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે. અમૃતપાલ સિંહના પિતાએ દાવો કર્યો હતો કે, પંજાબ પોલીસે અમૃતસરમાં તેમના નિવાસસ્થાનની તપાસ કરી હતી અને પોલીસને કંઈપણ 'ગેરકાયદેસર' મળ્યું નથી. અમૃતપાલના પિતા તરસેમ સિંહે શનિવારે મોડી રાત્રે કહ્યું હતું કે, પોલીસે તેને ઘરની બહાર નીકળતા પહેલા જ ધરપકડ કરી લેવી જોઈતી હતી.

ABOUT THE AUTHOR

...view details