- પશ્ચિમ બંગાળ ચુંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ
- ગૃહ પ્રધાન અમિત શાહ ચાર સ્થળોએ કરશે રેલી
- સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને મિથુન જોડાશે રેલીમાં
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી 27 માર્ચે યોજાશે. બંને રાજ્યોમાં પ્રથમ તબક્કાના મતદાન માટેના પ્રચારનો આજે ગુરૂવારના રોજ છેલ્લો દિવસ છે. આજથી બે દિવસ એટલે કે, 27 માર્ચે બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. જેમાં ભાજપ, TMC અને CPI એડી ચોટીનું જોર લગાવી પ્રચાર કરશએ. ગુરુવારે બંગાળમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ફિલ્મ અભિનેતા અને રાજકારણી મિથુન ચક્રવર્તી ભાજપ માટે રેલીઓ યોજશે.
આ પણ વાંચો: આસામ-બંગાળ ચૂંટણી: બળવાના ડરથી BJPનો પ્લાન 'બી' તૈયાર
નેતાઓ આ સ્થળોએ યોજશે રેલી:
(1) ગૃહ પ્રધાન અમિત શાહ
- 11:30 કલાકે પુરૂલિયા
- 1:10 કલાકે ઝારગ્રામ
- શાંતિપુર (તુમલુક જિલ્લો)
- 4 વાગ્યા પછી બિષ્ણુપુર (ટુર્કી મઠ)
(2) મિથુન ચક્રવર્તી
- બાંકુરા
- પુરૂલિયા
- પશ્ચિમ મિદનાપુર