ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૃહપ્રધાન અમિત શાહે 'ચક્રવાત યાસ' અંગે મુખ્યપ્રધાનોની બોલાવી હતી બેઠક - Amit Shah virtual meet

એવું કહેવામાં આવી રહ્યું છે કે ચક્રવાતને કારણે સમુદ્રમાં ઉંચી લહેરો વધશે. 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે મુશળધાર વરસાદ પડશે.

ગૃહપ્રધાન અમિત શાહે 'ચક્રવાત યાસ' અંગે મુખ્યપ્રધાનોની બોલાવી બેઠક
ગૃહપ્રધાન અમિત શાહે 'ચક્રવાત યાસ' અંગે મુખ્યપ્રધાનોની બોલાવી બેઠક

By

Published : May 24, 2021, 1:57 PM IST

Updated : May 24, 2021, 2:22 PM IST

  • ગૃહપ્રધાન અમિત શાહે 'ચક્રવાત યાસ' પર બેઠક યોજી હતી
  • બેઠકમાં 'ચક્રવાત યાસ' અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી
  • યાસ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને મજબૂત બનતો જશે

ન્યુ દિલ્હીઃગૃહપ્રધાન અમિત શાહે આજે ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનો અને અંદમાન અને નિકોબાર આઇલેન્ડના રાજ્યપાલના ઉપરાજ્યપાલ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુલાકાત કરી હતી અને 'ચક્રવાત યાસ' અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચોઃવાવાઝોડા યાસને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે બેઠક, પ.બંગાળના કંટ્રોલ રૂમમાં હાજર રહેશે મમતા બેનર્જી

મમતા બેનર્જી ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ ના થયા

આ બેઠક પૂર્વે મમતા બેનર્જીએ ઘોષણા કરી દીધી હતી કે, તે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ થાય નહિ. જણાવવામાં આવ્યું હતું કે, ભારતના હવામાન વિભાગ (આઈએમડી)એ કહ્યું છે કે, 'પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેસન આવતા 24 કલાક દરમિયાન ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે'.

ચક્રવાતના કારણે સમુદ્રમાં ઉંચી લહેરો વધશે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચક્રવાતના કારણે સમુદ્રમાં ઉંચી લહેરો વધશે. 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે મુશળધાર વરસાદ પડશે. ચક્રવાતી તોફાનમાં બદલ્યા પછી, યાસ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને મજબૂત બનતો જશે.

આવતીકાલે પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી તેજ પવન સાથે કાંઠાના ઓડિશામાં વરસાદ શરૂ થશે. આવતીકાલે પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. તે 26મેની સવાર સુધી પશ્ચિમ બંગાળ અને ઓડિશા સુધીના કાંઠાના પ્રદેશમાં પહોંચવાની સંભાવના બતાવવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારને સલામત સ્થળોએ લઈ જવા સૂચના આપવામાં આવી હતી

તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચક્રવાત 'યાસ' સાથે સંકળાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારને સલામત સ્થળોએ લઈ જવા સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃવડાપ્રધાન મોદી આજે ચક્રવાત યાસ પર સમીક્ષા બેઠક કરશે

એનડીઆરએફ દ્વારા 75 ટીમો બનાવવામાં આવી છે

વાવાઝોડાની કોઇ પણ પરિસ્થિતિ સામે પહોંચીવળવા એનડીઆરએફ અને આર્મીને સતર્ક રહેવા કહેવામાં આવી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ દ્વારા 75 ટીમો બનાવવામાં આવી છે.

પૂર્વ રેલવેએ તોફાનના ભયને ધ્યાનમાં રાખીને 25 ટ્રેનો રદ કરી છે. યાસ તોફાનની અસર બિહાર અને ઝારખંડમાં પણ જોવા મળી શકે છે.

Last Updated : May 24, 2021, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details