પટના : બિહારના અડધો ડઝન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, જ્યારે સાસારામ અને નાલંદામાં સ્થિતિ બેકાબૂ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ એક્શનમાં જોવા મળી રહ્યા છે. ગૃહપ્રધાને બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે વાત કર્યા બાદ સ્થિતિની માહિતી લીધી હતી. અમિત શાહે રાજ્યપાલને કહ્યું છે કે, જે જિલ્લાઓમાં સ્થિતિ વણસી રહી છે ત્યાં વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવે અને રાજ્યપાલે પોતે પરિસ્થિતિ પર નજર રાખવી જોઈએ. ગૃહપ્રધાને રાજ્યપાલને મળ્યા હતા અને મોનિટરિંગ માટે પણ કહ્યું છે.
આ પણ વાંચો :Somnath Saurashtra Tamil Sangam: 3000 તમિલો બનશે ગુજરાતના મહેમાન, 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ
અમિત શાહ બે દિવસીય પ્રવાસ પર : દેશના ગૃહપ્રધાન અમિત શાહ બિહારના બે દિવસીય પ્રવાસ પર છે. બિહારમાં જાહેર રેલીને સંબોધિત કરવા આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યપાલને મળ્યા હતા. અમિત શાહની મુલાકાતને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. સમ્રાટ અશોકની જન્મજયંતિ નિમિત્તે સાસારામમાં કાર્યક્રમનું આયોજન થવાનું હતું, પરંતુ સાંપ્રદાયિક તણાવને કારણે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. પૂરતી સુરક્ષાના અભાવે અમિત શાહની સાસારામની મુલાકાત રદ કરવામાં આવી હતી. આ સાથે જ SSBમાં ગૃહપ્રધાન અમિત શાહનો કાર્યક્રમ પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. સાસારામ-નાલંદામાં પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરાશે. રાજ્યપાલ સાથે ચર્ચા બાદ ગૃહપ્રધાનઅમિત શાહનો નિર્ણય છે.