ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરાખંડમાં કોંગ્રેસ પર વરસ્યા શાહ, બોલ્યા- કોરોનામાં ના દેખાયા, ચૂંટણી આવતા જ સામે આવે છે - અટલ બિહારી વાજપેયી

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 (Uttarakhand Assembly Elections) પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ (Union Home and Co-operation Minister Amit Shah) શનિવારે દેહરાદૂન (Dehradun) પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે 'ઘસ્યારી કલ્યાણ યોજના' (Ghasyari Kalyan Yojana)નો શુભારંભ કર્યો. આ પ્રસંગે આયોજિત રેલીમાં પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે, દેવભૂમિ બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયીજી (Atal Bihari Vajpayee)એ કર્યું.

કોરોનામાં ના દેખાયા, ચૂંટણી આવતા જ સામે આવે છે
કોરોનામાં ના દેખાયા, ચૂંટણી આવતા જ સામે આવે છે

By

Published : Oct 30, 2021, 7:55 PM IST

  • અમિત શાહ શનિવારે દેહરાદૂન પહોંચ્યા
  • ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
  • ભાજપા મુખ્યપ્રધાન ધામીના નેતૃત્વમાં રાજ્યના વિકાસ માટે પ્રતિબદ્ધ: શાહ

દેહરાદૂન: ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 (Uttarakhand Assembly Elections) પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ શનિવારે દેહરાદૂન (Union Home and Co-operation Minister Amit Shah In Dehradun) પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે 'ઘસ્યારી કલ્યાણ યોજના' (Ghasyari Kalyan Yojana)ની શરૂઆત કરી. આ પ્રસંગે આયોજિત રેલીમાં પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે, "અટલ બિહારી વાજપેયીજીએ દેવભૂમિ બનાવવાનું કામ કર્યું. રાજ્યની માંગ કરતી વખતે ન જાણે કેટલાયે યુવાનો શહીદ થયા. ઉત્તરાખંડના યુવાનોની સાથે ભાજપ પણ આ માંગ ઉઠાવી રહ્યું હતું, ત્યારે ઉત્તરાખંડના યુવાનો પર કોણે ગોળીબાર કર્યો હતો તે પણ યાદ કરો."

સહકારી મંત્રાલય બનાવીને વડાપ્રધાન મોદી ખેડૂતો-મજૂરોના કલ્યાણનું કામ કર્યું

અમિત શાહે કહ્યું કે, "કોંગ્રેસના શાસનમાં સહકારી આંદોલનની નબળું પાડવામાં આવ્યું હતું, પરંતુ એક અલગ સહકારી મંત્રાલય બનાવીને વડાપ્રધાન મોદીએ સહકારી સાથે સંકળાયેલા દેશના કરોડો ખેડૂતો, મહિલાઓ, મજૂરોના કલ્યાણ માટે મોટું કામ કર્યું છે." કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે આજે ઉત્તરાખંડની તેમની મુલાકાત પર એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે, "ઉત્તરાખંડમાં છેલ્લા 4 વર્ષમાં સર્વાંગી વિકાસ થયો છે. રાજ્યમાં પૂર, કોવિડ-19 દરમિયાન કોંગ્રેસના લોકો દેખાતા નહોતા, પરંતુ જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે તેઓ સામે આવે છે. ભારતીય જનતા પાર્ટી મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં રાજ્યના વિકાસ માટે પ્રતિબદ્ધ છે."

કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચાર, કૌભાંડોનો પર્યાય

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચાર, કૌભાંડોનો પર્યાય બનીને રહી ગઈ છે. કોંગ્રેસ કોઈપણ રાજ્યમાં કલ્યાણકારી કામ ના કરી શકે, ન તો ગરીબનું વિચારી શકે છે અને ન તો સારા વહીવટ વિશે વિચારી શકે છે, માત્ર અને માત્ર ભાજપ સરકાર જ મોદીજીના નેતૃત્વમાં ગરીબોનું કલ્યાણ અને સારો વહીવટ આપી શકે છે. કોંગ્રેસ પક્ષ વાયદાઓ તોડનારો પક્ષ છે. કોંગ્રેસ પાર્ટી રાજકીય રીતે સત્તા કબજેને તેનો ઉપભોગ કરનારી પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી કયારેય લોક કલ્યાણનું કામ ના કરી શકે. તુષ્ટીકરણની રાજનીતિ કરતી કોંગ્રેસ પાર્ટી દેવભૂમિનો વિકાસ ના કરી શકે. ઉત્તરાખંડમાં વિકાસની હવા ત્યારે આવી જ્યારે લોકોએ પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવી. ઉત્તરાખંડ એ રાજ્યોમાંનું એક છે જેણે કોરોનાને રોકવા માટે રસીના પ્રથમ ડોઝનું 100% રસીકરણ પૂર્ણ કર્યું છે."

શુક્રવારના હાઈવે બ્લોક કરવા અને ત્યાં નમાઝ પઢવાની પરવાનગી હતી

અમિત શાહે કહ્યું કે, "આગામી વિધાસભા ચૂંટણીમાં ફરીથી ઉત્તરાખંડમાં બીજેપી પૂર્ણ બહુમતની સરકાર બનાવશે. કોંગ્રેસવાળા ચૂંટણી આવતા જ નવા કપડા સિવડાવી દે છે. કોંગ્રેસ ક્યારેય લોક કલ્યાણના કામ ન કરી શકે. પહેલા જ્યારે હું કોંગ્રેસ સરકાર દરમિયાન આવ્યો, તો મારો કાફલો રોકાઈ ગયો હતો. ત્યારબાદ કેટલાય લોકોએ મારી સાથે મુલાકાત કરી અને મને જણાવ્યું કે, શુક્રવારના હાઈવે બ્લોક કરવા અને ત્યાં નમાઝ પઢવાની પરવાનગી છે. આવી તુષ્ટિકરણની રાજનીતિ કરનારી કોંગ્રેસ પાર્ટી દેવભૂમિનો વિકાસ ના કરી શકે."

આ પણ વાંચો: કેન્દ્રની રાજકોષીય ખોટ પહેલા 6 મહિનામાં વાર્ષિક લક્ષ્યની 35 ટકા, CGAના આંકડામાં ખુલાસો

આ પણ વાંચો:લાતેહારમાં મહિલાઓએ કરી બાળકની ચોરી, સ્થાનિક આગેવાનોએ મોબ લિંચિંગમાંથી બચાવી

ABOUT THE AUTHOR

...view details