ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Police Commemoration Day : રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે શહીદોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે શહીદોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને કહ્યું કે, આ પોલીસ સ્મારક માત્ર એક પ્રતીક નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે પોલીસ કર્મચારીઓના બલિદાન અને સમર્પણની ઓળખ છે.

Police Commemoration Day
Police Commemoration Day

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 3:23 PM IST

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ સભાને સંબોધતા તેમણે કહ્યું કે, પૂર્વોત્તરમાં આતંકવાદ અને વામપંથી ઉગ્રવાદની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડો થયો છે. દેશના ત્રણ સૌથી પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને LWE (વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત રાજ્ય), પૂર્વોત્તર અને જમ્મુ અને કાશ્મીરમાં ફેરફારો થયા છે. પીએમ મોદી સરકારે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ જાળવીને કડક કાયદો બનાવ્યો છે.

પોલીસ તંત્ર બનશે મજબૂત : અમિત શાહે વધુમાં કહ્યું કે, સરકારે પોલીસ દળને આધુનિક બનાવવા માટે પોલીસ ટેકનોલોજી મિશનની સ્થાપના કરીને વિશ્વમાં શ્રેષ્ઠ આતંકવાદ વિરોધી દળ બનાવવાની દિશામાં પણ કામ કર્યું છે. મોદી સરકારે ગુનાહિત ન્યાય પ્રણાલીમાં મોટા ફેરફારો માટે સંસદમાં ત્રણ બિલ રજૂ કર્યા છે. ત્રણ નવા કાયદા 150 વર્ષ જૂના કાયદાનું સ્થાન લેશે અને દરેક નાગરિકને તમામ બંધારણીય અધિકારોની ગેરેંટી આપશે અને પ્રસ્તાવિત કાયદાઓ ભારતીયતાને પણ પ્રતિબિંબિત કરશે.

પૂર્વોત્તરમાં આતંકવાદ ઘટ્યો :ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, પોલીસ કર્મચારીઓના પ્રયાસો અને સિદ્ધિઓના કારણે પૂર્વોત્તરમાં આતંકવાદ અને વામપંથી ઉગ્રવાદની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડો થયો છે. આતંકવાદીઓ સામે લડવું હોય, ગુનાખોરી અટકાવવી હોય, વિશાળ ભીડ સામે કાયદો અને વ્યવસ્થા જાળવવી હોય કે પછી આપત્તિના સમયે ઢાલ બનીને લોકોની સુરક્ષા કરવી હોય પોલીસ કર્મચારીઓએ દરેક પરિસ્થિતિમાં પોતાને સાબિત કર્યા છે.

NDRF ઉત્કૃષ્ટ કામગીરી : આપત્તિમાં પોલીસ કર્મચારીઓની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં અમિત શાહે કહ્યું કે, ભૂતકાળમાં NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ના માધ્યમથી વિવિધ પોલીસ દળોએ આપત્તિ વ્યવસ્થાપનમાં વિશ્વભરમાં નામના મેળવી છે. આપત્તિ ગમે તેટલી મોટી હોય જ્યારે NDRF ના જવાનો ત્યાં પહોંચે છે ત્યારે લોકો માને છે કે હવે કોઈ સમસ્યા નથી કારણ કે NDRF ટીમ આવી ગઈ છે.

રાષ્ટ્રીય પોલીસ સ્મારક : અમિત શાહે વધુમાં કહ્યું કે, મોદી સરકાર પોલીસ કર્મચારીઓના કલ્યાણ માટે ચલાવવામાં આવી રહેલી ઘણી યોજનાઓમાં સમયાંતરે ફેરફાર કરીને તેને સુધારવાની દિશામાં કામ કરી રહી છે. મોદી સરકાર તમામ પોલીસકર્મીઓના કલ્યાણ માટે સમર્પિત છે અને તેમની સુરક્ષા માટે ચિંતિત છે. આઝાદી પછી દેશની સેવા કરતી વખતે પોતાના જીવનું બલિદાન આપનાર 36,250 પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપતા અમિત શાહે કહ્યું કે, આ પોલીસ સ્મારક માત્ર એક પ્રતીક નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે પોલીસ કર્મચારીઓના બલિદાન અને સમર્પણની ઓળખ છે.

પોલીસ શહીદ સ્મૃતિ દિવસ : 21 ઓક્ટોબર 1959 ના રોજ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સમાં હથિયારોથી સજ્જ ચીની સૈનિકો દ્વારા ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ફરજ પરના 10 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. ત્યારથી દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ આ શહીદો અને ફરજ દરમિયાન શહીદ થયેલા તમામ પોલીસ કર્મચારીઓના સન્માનમાં ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય પોલીસ સ્મારક પોલીસ કર્મચારીઓના બલિદાન અને રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતા જાળવવામાં તેમની ભૂમિકાની યાદમાં બનાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018 માં નેશનલ પોલીસ મેમોરિયલ (NPM) રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

  1. Police Commemoration Day : કરાઈ પોલીસ એકેડેમી ખાતે શહીદ પોલીસકર્મીઓનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, મુખ્યપ્રધાનનો જનતા જોગ સંદેશ
  2. Namo Bharat Rail: રેપિડ રેલ એ ભારતની વિકસતી મહિલા શક્તિનું પ્રતિક છેઃ PM મોદી

ABOUT THE AUTHOR

...view details