પશ્ચિમ બંગાળઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બુધવારે રાત્રે બે દિવસના પ્રવાસે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. જ્યાં ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રાયે તેમનું સ્વાગત કર્યું હતું.
મદન ઘોરાઇના પરિવાર સાથે મુલાકાત કરી
જ્યાં અમિત શાહ ન્યાયિક કસ્ટડીમાં હત્યા કરાયેલા ભાજપ કાર્યકર મદન ઘોરાઇના પરિવાર સાથે મુલાકાત કરી હતી. અપહરણના આરોપમાં 26 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરાયેલા મદનનું 13 ઓક્ટોબરના રોજ ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. શાહે મુલાકાતનો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે, મેં અમારા શહીદ બુથના ઉપાધ્યક્ષ મદન ઘોરીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ બહાદુર પરિવારને મારા નમન કરું છું.
BSFના હેલિકોપ્ટરથી શાહ બાંકુરા જવા રવાના
શાહ આજે BSFના હેલિકોપ્ટરથી બાંકુરા જવા રવાના થશે. ત્યાંથી સડક માર્ગથી પૂજાબગન જશે. જ્યાં તે બિરસા મુંડાની મૂર્તિ પર પુષ્પાંજલી અર્પણ કરશે. ત્યારબાદ તે બાંકુરાના રવીન્દ્ર ભવનમાં સંગઠનની એક મહત્વની બેઠકમાં ભાગ લેશે. ત્યાર પછી તેની ચતુર્ધી ગામ જવાની યોજના છે, જ્યાં તે એક આદિવાસી પરિવારમાં ભોજન લેશે. ગુરુવારની રાત્રે જ તેઓ કોલકાતા પરત ફરશે.