- આજે તમિલનાડુ અને કેરળમાં અમિત શાહ
- રેલી યોજી તમિલનાડુ-કેરળમાં ભાજપની પકડ મજબુત બનાવશે
- અમિત શાહ યોજશેે રેલી
નવી દિલ્હી: તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે પણ આ રાજ્યોમાં ભાજપની કોઈ ખાસ પકડ નથી. જો કે ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે કે તે અહીં પોતાની પકડ મજબૂત કરી શકે. આ તબક્કામાં અમિત શાહ રવિવારે એટલે કે આજે આ બંને રાજ્યોની મુલાકાત લેશે.
રેલી યોજી તમિલનાડુ-કેરળમાં ભાજપની પકડ મજબુત બનાવશે
ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહપ્રધાન અમિત શાહ તમિલનાડુના ચૂંટણીલક્ષી રાજ્યોના એક દિવસીય રાજકીય પ્રવાસ પર રહેશે, જ્યાં તેઓ રવિવારે ડોર-ટુ-ડોર અભિયાન કરશે. રવિવારે કેરળની મુલાકાતે જશે.
વાંચો: પોંડિચેરીમાં ભાજપની આગેવાનીમાં બનશે NDAની સરકાર : અમિત શાહ