અમદાવાદઃ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ 26 માર્ચે ફરી એક વાર ગુજરાતના પ્રવાસે (Amit Shah Gujarat Visit) આવી રહ્યા છે. આ વખતે તેઓ પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો આ વખતે તેઓ કલોલમાં જનસભાને સંબોધે તેવી શક્યતા છે.
આ પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત -ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. તેમ તેમ કેન્દ્રીય પ્રધાનોનો ગુજરાત પ્રવાસ (Union Ministers visit Gujarat) પણ વધી રહ્યો છે. આ જ કડીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન ફરી એક વાર ગુજરાત આવી (Amit Shah Gujarat Visit) રહ્યા છે. આ વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન 26 માર્ચે બપોરે 3 વાગ્યે 1 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા સરદાર બાગના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને 18 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા રેલવે પૂર્વ બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.