ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુને સન્માનિત કર્યા - ઑલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનૂ

ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ટોક્યો ઓલિમ્પિક 2020ની વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુને સન્માનિત કર્યા હતા.

ટોક્યો ઓલિમ્પિક 2020ની વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં મીરાબાઈ ચાનુએ જીત્યો હતો સિલ્વર મેડલ
ટોક્યો ઓલિમ્પિક 2020ની વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં મીરાબાઈ ચાનુએ જીત્યો હતો સિલ્વર મેડલ

By

Published : Sep 4, 2021, 7:46 PM IST

  • અમિત શાહે ઑલિમ્પિક પદક જીતનારા મીરાબાઈ ચાનુને સન્માનિત કર્યા
  • BPR&Dના 51માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા
  • ચાનુએ ટોક્યો ઑલિમ્પિક રમતોમાં મેડલ જીતીને દેશનું સન્માન વધાર્યું: શાહ

નવી દિલ્હી: મીરાબાઈ ચાનુને ઑલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ મણિપુરમાં અધિક પોલીસ અધિક્ષક (Additional Superintendent of Police) તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેમને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR & D)ના 51માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા. શાહે 27 વર્ષની આ ખેલાડીને શાલ અને સ્મૃતિ ચિન્હ આપીને સન્માનિત કરી.

મીરાબાઈની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી

તેમણે કહ્યું કે, ચાનુએ ટોક્યો ઑલિમ્પિક રમતોમાં મેડલ જીતીને દેશનું સન્માન વધાર્યું છે અને હવે તેઓ પોલીસદળના એક ગૌરવશાળી સભ્ય છે. ગૃહમંત્રીએ કહ્યું કે, તે તેમની સખત મહેનત અને સમર્પણ માટે તેમની પ્રશંસા કરે છે. આ પહેલા શુક્રવારના એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, BPR And D દ્નારા ચાનૂનું સ્વાગત કરવા માટે ભારતીય પોલીસ તરફથી આ નાનકડો પ્રયત્ન છે. આ પ્રસંગે ગૃહમંત્રીએ અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રાજ્યો અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓને મેડલ અને ટ્રોફી પણ આપી હતી.

વધુ વાંચો: ડાન્સ કાર્યક્રમમાં આવી ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ, સંઘર્ષ યાદ કરતાં ન રોકી શકી આંસુ

વધુ વાંચો: સલમાન ખાને સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ સાથે કરી મુલાકાત

ABOUT THE AUTHOR

...view details