ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૃહપ્રધાન અમિત શાહના વાયરલ થયેલા ટ્વિટના ફોટામાં લખ્યું - "...સેહત કે લીયે અચ્છા નહીં હોંગા"

બિહારના ગોપાલગંજમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન (Home Minister Amit Shah Tweet) અમિત શાહના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વાયરલ ટ્વીટએ હંગામો મચાવી (Fake Tweet Viral) દીધો છે. બૈકુંથપુરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મિથિલેશ તિવારી વિશે ફેક એકાઉન્ટમાંથી વાંધાજનક (Fake Tweet Viral In Gopalganj) વાતો લખવામાં આવી છે.

ગૃહપ્રધાન અમિત શાહના નામથી ફેક ટ્વિટ, આ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
ગૃહપ્રધાન અમિત શાહના નામથી ફેક ટ્વિટ, આ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

By

Published : May 16, 2022, 5:29 PM IST

ગોપાલગંજ: કેન્દ્રીય પ્રધાન અમિત શાહના ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડ (Amit Shah Fake Tweet Viral In Gopalganj) થઈ છે. જે અંગે બિહારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Fake Tweet Police Complaint filed) નોંધાઈ છે. આ મામલો સામે આવ્યા બાદ પોલીસે બે યુવાનો સામે ફરિયાદ નોંધી છે. આ પછી પોલીસે કાયદેસરના પગલાં લીધા છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ (Accused Arrested presented in court) કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો છે. પણ આ કેસમાં પોલીસનું કહેવું છે કે, કોર્ટે એને જામીન આપતા તે છૂટી ગયો છે. પણ આ બંને ભેજાબાજે અમિત શાહના એકાઉન્ટ સાથે ચેડા કરીને પોસ્ટ વાયરલ (Amit Shah Fake Tweet) કરી હતી.

આ પણ વાંચો:BJP Chintan Shibir 2022: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહીતના નેતાઓના ગુજરાતમાં ધામા નાખશે

વાયરલ પોસ્ટ: કેન્દ્રીય પ્રધાન અમિત શાહના ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડ કરીને એક પોસ્ટ મૂકાઈ હતી. જે પછીથી વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં એવું લખ્યું હતું કે, બિહાર પ્રદેશ ઉપાધ્યક્ષ સુધરી જજો. અન્યથા અમારે ગોપાલગંજની ધરતી પર ઊતરવું પડશે. જે તમારા સ્વાસ્થ્ય માટે સારૂ નહીં રહે. અને હા! માનનીય ધારાસભ્ય રામ પ્રવેશજી, તમે પણ થોડી સહનશક્તિની ટિકડીઓ ખાઈ લો મહારાજ.

ગૃહપ્રધાન અમિત શાહના નામથી ફેક ટ્વિટ, આ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:કલમ 370, CAA, ટ્રિપલ તલાક પછી હવે કોમન સિવિલ કોડનો સમય આવી ગયો છેઃ અમિત શાહ

ફેક ટ્વિટ સામે ફરિયાદ: હકીકતમાં બૈંકુઠપુરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મિથિલેશ તિવારી એ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હતી. તારીખ 13 મેના રોજ એક લેખિત અરજી પછી કેસ ફાઈલ થયો હતો. જેમાં બિહારના દેવકુંલી ગામમાં રહેતા વિક્કીકુમાર સિંહ તથા શ્યામપુર ગામના રહેવાસી પ્રવિણકુમાર સિંહ પર આશંકા થતા પકડી લેવાયા હતા. પોલીસને આપેલા આવેદનપત્રના આધાર પર પોલીસે આ અંગે એક પગલાં લઈને વિક્કી કુમારને દેવકુલી ગાંમેથી પકડી લેવાયો હતો. પોલીસે એક પ્લાનિંગ અનુસાર દરોડો પાડીને વિક્કી કુમારને પકડી લીધો હતો.

આ પણ વાંચો:જહાંગીરપુરી હિંસા અંગે ગૃહ પ્રધાન અમિત શાહે પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા કર્યુ સુચન

એક જામીન પર મુક્ત: બે આરોપીઓ પૈકી એક આરોપીને કોર્ટે જામીન આપતા એ મુક્ત થયો છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. જ્યારે આ યુવાનોની ધરપકડ થઈ ત્યારે જેડીયુના નેતા મંજીતસિંહ (જેડીયુ પ્રદેશ ઉપાધ્યા, પૂર્વ ધારાસભ્ય-બૈંકુઠપુર) ધરણા પર બેસી ગયા. એટલું જ નહીં જેડીયુંના આ નેતાએ પોલીસની આવી કામગીરીને અયોગ્ય ગણાવી દીધી. તારીખે 14 મેં ના રોજ પોલીસે વિક્કીસિંહની ધરપકડ કરી અને 15 મી મેં એ કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે એના જામીન માન્ય રાખીને મુક્ત કરી લીધો હતો. પકડાયેલા યુવક પર એવો આરોપ છે કે, અમિત શાહના નામથી ટ્વિટર એકાઉન્ટની પોસ્ટ એડિટ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરી હતી.

આ પણ વાંચો:BJP Chintan Shibir 2022: વર્ષ 2017માં સરકાર બનાવવામાં હાંફી જનાર ભાજપ આ વખતે અપનાવશે નવો રસ્તો

પોલીસ તપાસ શરૂ: આ પ્રકારની ફેક પોસ્ટ પ્રદેશ ઉપાધ્યક્ષ મિથિલેશ તિવારીના ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવી છે. વિક્કી કુમારે દેશના ગૃહપ્રધાન અમિત શાહના ટ્વિટર એકાઉન્ટની પોસ્ટ એડિટ કરીને બિહાર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મિથિલેશ તિવારી અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ સાથે મિથિલેશ તિવારીના એકાઉન્ટમાંથી દેશના ગૃહ પ્રધાની વિરૂદ્ધ ખોટી કોમેન્ટ કરી હતી. આ મામલો અમિત શાહની સુરક્ષા સાથે જોડાયેલો છે. જિલ્લા પોલીસવડા આનંદ કુમારે જણાવ્યું, આ કેસની તાપસ ચાલું છે. કોમ્પયુટરની મદદથી ટ્વિટર એકાઉન્ટને એડિટ કરી ટિપ્પણી કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details