- PM મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક
- કાશ્મીર સહિતના રાષ્ટ્રીય મુદ્દાઓ પર PM નિવાસ્થાને ચર્ચા
- એક દિવસ પહેલા જ શાહે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર 6 કલાક કરી હતી મિટિંગ
નવી દિલ્હી: ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ને મળવા માટે PM નિવાસસ્થાને પહોંચ્યા. ત્યાં અત્યારે તેમની બેઠક ચાલી રહી છે. PM મોદી અને અમિત શાહ (Amit Shah)ની વચ્ચે આ મુલાકાત કેબિનેટની બેઠક (Cabinet Meeting) પહેલા થઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગૃહપ્રધાન PM મોદીની સાથે કાશ્મીર સહિત અનેક અન્ય રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર 6 કલાક લાંબી બેઠક કરી
PM મોદી સાથે ગૃહપ્રધાનની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આના એક દિવસ પહેલા સોમવારના અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર લગભગ 6 કલાક લાંબી બેઠક કરી. આ બેઠકમાં તેમણે આંતરિક સુરક્ષાને લઇને રાજ્યોની વચ્ચે સમન્વય પર ભાર આપ્યો.
બેઠકમાં કોણ કોણ સામે થયું?
સૂત્રો પ્રમાણે, શાહે નાનાથી નાની સૂચના પર સતર્કતાથી કાર્યવાહીના નિર્દેશ આપ્યા. તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશક, પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક અને મહાનિરીક્ષક સ્તરના પસંદ કરાયેલા ફિલ્ડ ઑફિસરો, કેન્દ્રીય પોલીસ દળોના વડાઓ, ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ સંગઠનો બંધ બારણે આ કૉન્ફરન્સમાં સામેલ થયા.