- અમિત શાહ અને રાજનાથ સિંહ આસામના પ્રવાસે
- શાહ- રાજનાથ અલગ અલગ જગ્યાએ ચૂંટણી પ્રચાર કરશે
- શાહ ખડગપુરમાં કરશે રોડ શો
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે એટલે કે ગુરુવારના રોજ આસામમાં અલગ અલગ જાહેર સભાઓ કરશે.
શાહ- રાજનાથ અલગ અલગ જગ્યાએ ચૂંટણી પ્રચાર કરશે
રાજનાથ સિંહની 2 રેલી ગોહપુરના ચાના બગીચાઓમાં હશે. ગોહપુર એક ઐતિહાસિક સ્થળ છે, જે ભારત છોડો આંદોલન સાથે સંકળાયેલું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સંરક્ષણ પ્રધાન એક રેલીને બિસ્નાથ મતવિસ્તાર અંતર્ગત સદરુ ટી એસ્ટેટ ખાતે અને ડેફલાઘુર ટી એસ્ટેટ ખાતે બીજી એક રેલીને સંબોધિત કરશે. ભાજપના ઉમેદવાર પ્રમોદ બોર્થાકુર આ પ્રદેશમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધી આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે પહોંચ્યાં આસામ
શાહ ખડગપુરમાં કરશે રોડ શો
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રવિવારથી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આસામ અને પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પર જશે, જ્યાં તેઓ જાહેર સભાઓને સંબોધન ઉપરાંત રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેશે.
આસામ વિધાનસભાની 126 બેઠકો માટે મતદાન ત્રણ તબક્કામાં થશે