ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમિત શાહ આસામની મુલાકાતે, કોચ શાહી વંશજ અનંત રાયને મળશે - અમિત શાહનો આસામ પ્રવાસ

આસામમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખતા ગૃહપ્રધાન અમિત શાહ ગુરૂવારના રોજ આસામના ગુવાહાટી પહોંચ્યા. જાણકારી અનુસાર, ગૃહપ્રધાન બોન્ગાઇગાંવમાં કોચ શાહી વંશજ અનંત રાયની મુલાકાતે જશે.

Amit Shah
Amit Shah

By

Published : Feb 11, 2021, 11:10 AM IST

  • આસામમાં થનારી ચૂંટણીને ધ્યાને રાખતા અમિત શાહ ગુવાહાટી પહોંચ્યા
  • અમિત શાહ કોચ-રાજવંશીના મહારાજ અનંત રાય સાથે મુલાકાત કરશે
  • આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને ધ્યાને રાખી રાજકીય પ્રવૃત્તિઓ તેજ કરાઈ

ગુવાહાટી: ગૃહપ્રધાન અમિત શાહ ગુરૂવારના રોજ ગુવાહાટી પહોંચ્યા. એવી અપેક્ષા છે કે, શાહ કોચ- રાજવંશીના મહારાજ અનંત રાય સાથે મુલાકાત કરશે.

ગૃહ પ્રધાને કર્યું ટ્વિટ

ગૃહપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, હું કાલે બંગાળ જવાને લઈને ઉત્સુક છું. ત્યાંથી કોચ બેહારથી પશ્ચિમ બંગાળ ભાજપની ચોથી પોરીબોર્ટન યાત્રાને રવાના થશે. ત્યારબાદ તે ઠાકુરનગરમાં જાહેર સભામાં ભાગ લેશે. હું કોલકાતામાં અમારા સોશિયલ મીડિયા સ્વયંસેવકો સાથે પણ વાતચીત કરીશ.

શાહ પશ્ચિમ બંગાળના ઠાકુરનગરમાં શ્રી શ્રી હરિચંદ ઠાકુર મંદિર પણ જશે

આસામ અને પશ્વિમ બંગાળમાં ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપે રાજકીય પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે. ભાજપના ઘણા મોટા નેતાઓ સતત રાજ્યની મુલાકાતે લઈ રહ્યા છે. 7 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંને રાજ્યોની મુલાકાત લીધી અને ત્યાં અનેક વિકાસ પ્રોજેક્ટને શરૂ કર્યા હતા. આ વર્ષે પશ્ચિમ બંગાળ અને આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

ABOUT THE AUTHOR

...view details