ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીનગરમાં બોલ્યા શાહ, કાશ્મીરના યુવાનોને 70 વર્ષ સુધી રાખવામાં આવ્યા અધિકારોથી વંચિત - જમ્મુ-કાશ્મીરમાં શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir) પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે શ્રીનગર (Srinagar)માં સોમવારના એક જનસભાને સંબોધિત કરી. આ ઉપરાંત શાહ પુલવામા (Pulwama) જિલ્લામાં CRPF કેમ્પની મુલાકાત પણ કરશે.

શ્રીનગરમાં બોલ્યા શાહ, કાશ્મીરના યુવાનોને 70 વર્ષ સુધી રાખવામાં આવ્યા અધિકારોથી વંચિત
શ્રીનગરમાં બોલ્યા શાહ, કાશ્મીરના યુવાનોને 70 વર્ષ સુધી રાખવામાં આવ્યા અધિકારોથી વંચિત

By

Published : Oct 25, 2021, 5:26 PM IST

  • કાશ્મીરના લોકો અને યુવાનો સાથે વાત કરીશું
  • જમ્મુ-કાશ્મીરમાં વિકાસના નવા યુગની શરૂઆત થશે
  • કાશ્મીરના વિકાસ અને શાંતિની યાત્રાને કોઈ ખલેલ ન પહોંચાડી શકે

શ્રીનગર: ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) જણાવ્યું કે, તેમણે આજે સમાચાર પત્રમાં જોયું કે ફારુખ અબ્દુલ્લા (Farooq Abdullah)એ સલાહ આપી છે કે ભારત સરકારે પાકિસ્તાન સાથે વાત કરવી જોઇએ. તેમણે કહ્યું કે, સલાહ આપી શકો છો, પરંતુ અમે જો કોઈ સાથે વાત કરીશું તો ઘાટીના લોકો અને યુવાનો સાથે વાત કરીશું. તેમણે કહ્યું કે, આ કારણે હું આજે અહીં આવ્યો છું.

દિલથી ડર નીકાળી દો

ગૃહપ્રધાને કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં વિકાસના નવા યુગની શરૂઆત થશે. ઘાટીનો વિકાસ અને લદ્દાખનો વિકાસ થાય એ ઉદ્દેશથી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે અને 2024થી પહેલા કાશ્મીરને જે પણ કંઇ જોઇએ એ તમારી સામે હશે. ઘાટીના લોકોને ગૃહપ્રધાને જણાવ્યું કે, દિલથી ડર નીકાળી દો. કાશ્મીરની શાંતિ અને વિકાસની યાત્રાને કોઈ ખલેલ ના પહોંચી શકે. આ કારણે તમે ભારત સરકાર અને અમારા પર ભરોસો કરી શકો છો.

અમે ઇચ્છીએ છીએ કે કાશ્મીરી યુવાનો પથ્થર ના ઉઠાવે: શાહ

તેમણે કહ્યું કે, કાશ્મીરની જનતાને દેશ પર એટલો જ અધિકાર છે જેટલો મારો અધિકાર છે. કાશ્મીર મોદીજીના દિલમાં વસે છે. હું ઘાટીના યુવાનો સાથે દોસ્તી કરવા ઇચ્છુ છું. જમ્મુ-કાશ્મીરમાં સૌથી પહેલા 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું. તમારામાંથી કોઈપણ મુખ્યપ્રધાન બની શકે છે. તેમણે પ્રશ્ન પૂછતા કહ્યું કે, 70 વર્ષ સુધી અધિકારથી આખરે કેમ વંચિત રાખવામાં આવ્યા? અમે ઇચ્છીએ છીએ કે કાશ્મીરી યુવાનો પથ્થર ના ઉઠાવે. કાશ્મીરના પોતાના સીએમ બને, લંડન ન જાય. કાશ્મીરના યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

લેથપોરામાં CRPFના જવાનોની મુલાકાત કરશે ગૃહપ્રધાન

તેમણે કહ્યું કે, હું એ પ્રશ્ન પૂછવા માંગું છું કે 70 વર્ષ સુધી કાશ્મીરના યુવાનોને જિલ્લા પંચાયત ચૂંટણી લડવાનો અધિકાર તમે કેમ ન આપ્યો? ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે પુલવામા જિલ્લાના લેથપોરામાં CRPF કેમ્પનો પ્રવાસ કરશે. ત્યાં તેઓ સૈનિકોની મુલાકાત કરશે અને સૈનિકોની સાથે રાત્રી ભોજન કરશે અને ત્યાં જ રાત્રીરોકાણ પણ કરશે.

આ પણ વાંચો: સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ, જાણો અન્ય કયા કયા કલાકારોને મળ્યા એવોર્ડ

આ પણ વાંચો: તિહાર જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, 3 કેદીઓ ઈજાગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details