અમરેલી: અમરેલી જિલ્લામાં મધ્યસ્થ સહકારી બેંક, અમર ડેરી સહિત જિલ્લાની સાત મોટી સહકારી સંસ્થાઓની એક સાથેની સામાન્ય સભામાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાનઅમિત શાહે(Amit Shah Gujarat visit) ખાસ હાજરી આપી હતી. આજની આ સામાન્ય સભા ગુજરાતના સહકારી માળખાના મજબૂતી કરણના દર્શન કરાવી જાય છે તેવું નિવેદન આપીને અમિત શાહે અમરેલી જિલ્લામાં સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે દિલીપ સંઘાણી અને પરસોતમ રૂપાલા નો વિશેષ ઉલ્લેખ કરીને અમરેલી જિલ્લાના સહકારી માળખાની પ્રશંસા કરી હતી. આજના સહકારી સંમેલનમાં અમિત શાહે કોંગ્રેસ પર સહકારી માળખાને ખૂબ નુકસાન કરવાનો આક્ષેપ કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની પાછલી સરકારોએ ખાસ કરીને ડેરી ઉદ્યોગને તાળા મારવાનું કામ કર્યું હતું, જેમાંથી નરેન્દ્ર મોદી સરકારે ડેરી ઉદ્યોગને બહાર કાઢ્યો છે અને આજે સહકારી માળખું સમગ્ર દેશમાં વટ વૃક્ષ બનીને આગળ વધી રહ્યું છે.
કોગ્રેસે ડેરી ઉદ્યોગને તાળા મારવાનું કર્યું કામ : અમીત શાહ - Amreli Sahakari sammelan
અમરેલી ખાતે આજે સહકાર સંમેલનનું આયોજન થયું હતું. જેમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે વિશેષ હાજર રહીને અમરેલી જિલ્લાના સહકારી માળખાને મજબૂતી આપવા માટે પથદર્શક બનેલા તમામ અગ્રણીઓનો ધન્યવાદ કર્યો હતો અને સાથે તેમણે દેશની સહકારી સંસ્થા અને ખાસ કરીને ડેરી ઉદ્યોગને કોંગ્રેસની સરકારોએ તાળું માર્યું હતું તેવો આક્ષેપ કર્યો. કોંગ્રેસ સહકારી ક્ષેત્રમાં વિક્ષેપ કરતી હતી જેમાંથી નરેન્દ્ર મોદીએ મુક્તિ અપાવી છે તેવા દાવા સાથે સહકારી સંમેલનમાં હાજરી આપી હતી. Amreli amit shah sahkari samelan,Amit Shah accused the Congress,Amrelis cooperative convention
સહકારી બેંક 112 વર્ષનો ધરાવે છે અનુભવઅમરેલી જિલ્લા સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક 112 વર્ષ પુરા કરી રહી છે, જે સહકારી ક્ષેત્રનું સૌથી મોટું બહુમાન માની શકાય. કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલાએ અમરેલી જિલ્લાનો વિશેષ ઉલ્લેખ કરીને ગીર ગાય જાફરાબાદી ભેંસ અને ડાલામથ્થા સાવજો સમગ્ર વિશ્વને અમરેલી જિલ્લાની દેન છે, તેમ જણાવીને અમરેલી જિલ્લાના લોહીમાં સહકારી નેતૃત્વના ગુણ ફરી રહ્યા છે, તેની યાદ અપાવીને અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રને મજબૂતીથી આગળ વધારવા માટે ખેડૂતોની સાથે સહકારી અગ્રણીઓનો પણ આભાર માન્યો હતો. વધુમાં રૂપાલા એ ઉમેર્યું હતું કે, આવતીકાલે 74 વર્ષ બાદ દિલ્હીમાં સમગ્ર વિશ્વની ડેરીના સંગઠનનો સંમેલન યોજવા જઈ રહ્યું છે, જે ભારતના સહકારી માળખાને વિશ્વસ્તરીય બનાવી રહ્યું છે તેનો એકમાત્ર પુરાવો છે.
વિનોબા ભાવે અને સ્વામી વિવેકાનંદને કરાયા યાદ સહકારી સંમેલનમાં (Amrelis cooperative convention) સહકાર પ્રધાન અમિત શાહે વિનોબા ભાવે અને વિવેકાનંદને ખાસ યાદ કરીને તેમની દેશ સેવા અને રાષ્ટ્રભક્તિને બિરદાવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાની તમામ સાત સહકારી સંસ્થાઓ જાહેરમાં એક મંચ પર આવે છે અને તમામની એક સાથે સાધારણ સભા યોજાય છે. જે સહકારથી સમૃદ્ધિનું પ્રમાણપત્ર આપે છે અને તેના માટે નરેન્દ્ર મોદીના વડપણ વાળી કેન્દ્રની સરકારને આભારી છે. વધુમાં અમિત શાહે સહકારી સંસ્થા સાથે જોડાયેલા ખેડૂતોની કેન્દ્રશ અને રાજ્ય સરકાર વિશેષ ચિંતા કરી રહી છે તેમ જણાવીને જણાવ્યું હતું કે, દર વર્ષે સહકારી સંસ્થા સાથે જોડાયેલા ખેડૂતોના ખાતામાં એકલા અમરેલી જિલ્લામાંથી 204 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવે છે. આ ઉપલબ્ધિ ખૂબ મોટી ગણી શકાય વધુમાં અમિત શાહે પ્રાકૃતિક ખેતીને લઈને પણ ખેડૂતો આગળ આવે તેવી ટકોર કરી હતી અને કેન્દ્રની સરકાર પ્રાકૃતિક ખેતીને લઈને ખૂબ જ ચિંતિત છે અને આગામી દિવસોમાં પ્રાકૃતિક ખેતી થતી રાષ્ટ્રને ઉન્નતિ તરફ લઈ જવાના માર્ગમાં પણ કેન્દ્રની સહકાર કામ કરી રહી છે, જેમાં ખેડૂતોનો સહયોગ પણ અનિવાર્ય છે.