- અમિત ખરે PM મોદીના નવા સલાહકાર
- 1985ની બેચના IAS અધિકારી છે ખરે
- શિક્ષણ મંત્રાલય (ઉચ્ચ શિક્ષણ વિભાગ)ના સચિવ રહી ચૂક્યા છે
નવી દિલ્હી: PM મોદીના નવા સલાહકાર (PM Modi's advisor) તરીકે 1985ની બેચના IAS અધિકારી અમિત ખરે (Amit Khare)ની નિમણૂક કરવામાં આવી છે. એક સરકારી આદેશમાં તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે કેબિનેટની નિમણૂક સમિતિ (Appointments Committee of the Cabinet)એ અમિત ખરેને વડાપ્રધાન મોદીના સલાહકાર બનાવવાની મંજૂરી આપી છે. તેઓ PMO સલાહકાર તરીકે કામ કરશે.
2 વર્ષ સુધી આ પદ પર રહી શકશે ખરે
તેમનો રેન્ક અને સ્કેલ ભારત સરકારના કોઇ અન્ય સચિવના જેટલો જ હશે. તેમની આ નોકરી કોન્ટ્રાક્ટ આધાર પર હશે. આ ઉપરાંત પુન:નિમણૂક અંગે સરકારના તમામ નિયમો તેમને લાગુ પડશે. તે 2 વર્ષ સુધી આ પદ પર રહેશે. અમિત ખરે વડાપ્રધાન મોદીના નજીકના મનાય છે. દેશની આ વર્ષે લાગુ કરવામાં આવેલી નવી એજ્યુકેશન પૉલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં તેમનો રોલ મહત્વનો માનવામાં આવે છે.
પારદર્શિતા સાથે નિર્ણયો લેવાની ક્ષમતા