- પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંઘ સિદ્ધુ (Navjot Singh Sidhu) પહોંચ્યા દિલ્હી
- દિલ્હીમાં સિદ્ધુએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Congress general secretary Priyanka Gandhi) સાથે કરી મુલાકાત
- પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ (Internal controversy in Punjab Congress) વચ્ચે સિદ્ધુની આ મુલાકાત મહત્વની
નવી દિલ્હીઃ પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંઘ સિદ્ધુ (Navjot Singh Sidhu)એ દિલ્હીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Congress general secretary Priyanka Gandhi) સાથે મુલાકાત કરી હતી. પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ (Internal controversy in Punjab Congress) વચ્ચે સિદ્ધુની આ મુલાકાત મહત્વની ગણાઈ રહી છે. જોકે, બંને નેતાઓ વચ્ચે ચાલેલી આ મુલાકાત ખૂબ લાંબી ચાલી હતી. આ સાથે જ નવજોત સિંઘ સિદ્ધુ (Navjot Singh Sidhu)એ પોતાના ટ્વિટર એકાઉન્ટ (Twitter account) પર તેમની મુલાકાતનો એક ફોટો પણ શેર કર્યો હતો.
આ પણ વાંચો-પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, મુખ્યપ્રધાન પછી હવે સિદ્ધુના પણ લાગ્યા પોસ્ટર્સ
પ્રિયંકા ગાંધીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પણ કરી મુલાકાત