નવી દિલ્હી: નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે આર્મી, નેવી અને એરફોર્સના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી (Agnipath Scheme Violence) હતી. આ બેઠકમાં, અગ્નિપથ લશ્કરી ભરતી યોજનાના અમલીકરણના વિરોધ બાદ સર્જાયેલી એકંદર પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ રક્ષા પ્રધાને ટ્વીટ કરીને મોટી જાહેરાત કરી (Rajnath Singh On Agnipath Scheme ) છે.
નોકરીમાં 10 ટકા અનામત :રાજનાથ સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, સંરક્ષણ મંત્રાલયની નોકરીમાં 10 ટકા અનામત આપવામાં આવશે. આ બેઠકમાં વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી, નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર અને આર્મી સ્ટાફના વડા જનરલ બીએસ રાજુએ હાજરી આપી હતી. માહિતી અનુસાર, બેઠકમાં મુખ્યત્વે 'અગ્નિપથ' યોજનાને વહેલી તકે લાગુ કરવા અને આંદોલનકારીઓને શાંત પાડવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી.
ત્રણેય સેનાના અધિકારીઓ હાજર : રક્ષા મંત્રી રાજનાથસિંહે (The Ministry of Home Affairs) શનિવારે આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ (Defense Officers and Authorities) સાથે એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં અગ્નિપથ સૈન્ય (Agnipath Scheme Delhi) ભરતી યોજનાનું એલાન થતા વિરોધને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા (Review Meeting with Defense wings) કરવામાં આવી છે. ત્રણ દિવસમાં તીવ્ર વિરોધ અને આગના બનાવને કારણે સરકારી સંપત્તિઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ બેઠકમાં એરફોર્સના ચીફ ઓફિસર ચીફ માર્શલ વીઆર ચૌધરી, નૌસેના પ્રમુખ એડમિરલ આર હરીકુમાર અને સેનાધ્યક્ષ બી એસ રાજુએ (The Ministry of Home Affairs Rajnathsingh) આ બેઠકમાં ખાસ હાજરી આપી હતી.
આ પણ વાંચો:અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે બિહાર બંધ, પોલીસકર્મીઓ પર થયો પથ્થરમારો