ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરીકી મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપની ઇંટેલે લોન્ચ કર્યું થર્ડ જનરેશન પ્રોસેસર - વિજ્ઞાન ટેકનોલોજી

અમેરીકી મલ્ટીનેશનલ અને ટેકનોલોજી કંપની, ઇંટલે ભારત સહિત દુનિયાભરમાં ડેટા સેન્ટર માટે પોતાના નવા થર્ડ જનરેશનના આઇસ લેક જિયોન સ્કેલેબલ પ્રોસેસર લોન્ચ કર્યુ છે. આ પ્રોસેસર ગ્રાહકો માટે એક આકર્ષક આર્કિટેક્ચર પ્રદાન કરે છે. જેના ઇન બિલ્ટ એક્સેલેરેશન, ઉન્નત સુરક્ષા ક્ષમતા અને નવાચારથી લાભ લેવો સામેલ છે. નવા થર્ડ જનરેશન ઇંટેલ જિયોન સ્કેબલ પાછલી જરનેશન કરતા સારુ પ્રદર્શન આપે છે. જેમા લોકપ્રિય ડેટા સેન્ટર વર્કલોડમાં સરેરાશ 46 ટકા સુધાર છે.

intel
અમેરીકી મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપની ઇંટેલે લોન્ચ કર્યું થર્ડ જનરેશન પ્રોસેસર

By

Published : Apr 9, 2021, 12:29 PM IST

Updated : Apr 9, 2021, 3:18 PM IST

  • ઇંટેલ ભારત સમેત સમગ્ર દુનિયામાં થર્ડ જનરેશનના આઇસ લેક જિયોન સ્કેલેબસ પ્રોસેસર લોન્ચ કરશે
  • જૂના પ્રોસેસર કરતા સારુ પ્રદર્શન
  • એક સારી કાર્યપ્રણાલી સુનિશ્ચિત કરે છે પ્રોસેસર

બેગલુરુ: ઇંટેલે ભારત સમેત દુનિયાભરમાં ડેટા સેન્ટર માટે પોતાના નવા થર્ડ જનરેશનના આઇસ લેક જિયોન સ્કેલેબસ પ્રોસેસર લોન્ચ કર્યું છે. ઇંટેલે કહ્યું છે કે નવું પ્રોસેસર ઉદ્યોગના મોટા સ્તર પર વર્કલોડને ઓપ્ટીમાઇઝ કરવામાં સક્ષમ છે જે ક્લાઉડ્સના નેટવર્ક અને ઇંટેલિજેંસ એજ સુધી એક સારી કાર્યપ્રણાલી સુનિશ્ચિત કરે છે.

જૂની પ્રણાલી 2.56 ટકા વધારે સારુ પ્રદર્શન

કંપનીએ કહ્યું કે ઇંટેલ 10 નૈનોમીટર પ્રક્રિયા પ્રૌદ્યોગિકીનો લાભ ઉઠાવતા , નવીનતમ પ્રોસેસર પાંચ વર્ષીય જૂની પ્રણાલીની તુલનામાં 40 કોર પ્રતિ પ્રોસેસર અને 2.56 ટકા વધારે સરેરાશ પ્રદર્શન પ્રદાન કરે છે.પ્રોસેસર ગ્રાહકોને એક આકર્ષક આર્કિટેક્ચર પ્રદાન કરે છે જેમા ઇન બિલ્ટ એક્સલેરેશન, ઉન્નત સુરક્ષા ક્ષમતા અને નવાચારથી લાભ ઉઠાવવું સામેલછે. ઇંટેલએ દાવો કર્યો છે કે નવા થર્ડ જનરેશનની ઇંટેલ જિયોન સ્કેલેબલ પ્રોસેસર આનાથી પહેલાની પેઢીની તુલનામાં મહત્વપૂર્ણ પ્રદર્શનમાં વૃદ્ધી કરે છે.

આ પણ વાંચો :શાઓમીએ પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'Mi Mix Fold' લોન્ચ કર્યો

ઉન્નત સુરક્ષા ક્ષમતા પ્રદાન કરે છે.

ઇંટેલ ઇન્ડીયામાં વેચાણ, જાહેરાત, અને સંચાર ગ્રુપના ઉપાધ્યક્ષ અને પ્રબંધ નિદેક્ષક પ્રકાશ માલ્યાએ એક નિવેદનમાં કહ્યું હતું કે , ઇંટેલના નવા થર્ડ જનરેશનના ઇંટેલ જિયોન સકેલેબલ પ્રોસેસર આકર્ષક આર્કિટેક્સરના બિલ્ટ ઇન એક્સલરેશન અને ઉન્નત સુરક્ષા ક્ષમતા પ્રદાન કરે છે. જે વર્કલોડ વિવિધીકરણ અને વધતી જટીલતાની દુનિયામાં આવશ્યક છે. તેમણે કહ્યું કે અમારા મજબૂત પરિસ્થિતિકી તંત્ર અને ઉદ્દેશ્ય નિર્મિત સમાધાનને વ્યાપક પોર્ટફોલિયો તે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકના સૌથી વધારે માગ વાળી કામ માટે ઓપ્ટીમાઇઝ ઇંટેલ આધારીત બુનિયાદી પાયાને ઝડપથી સક્ષમ કરે છે.

આ પણ વાંચો :LGએ ટીવી ગેમર્સ અને સિનેમા લવર્સ માટે લોન્ચ કર્યું નવું TV

ઘણી કંપનીઓ સાથે

પ્રોસેસર નવા આર્ટિફિશયલ ઇંટેલિજેસ એક્સલેરેશન માટે નવા અને ઇન્હાંસ્ડ પ્લેટફોર્મ ક્ષમતાને પણ જોડે છે. જેમાં ઇંટેલ SGX ફોર ઇન બિલ્ટ સિક્યોરીટી, ઇંટેલ ક્રિપ્ટો એક્સલરેશન અને ઇંટેલ DL બુસ્ટ પણ સામેલ છે. ભારતમાં નવી થર્ડ જનરેશનના ઇંટેલ જિયોન સ્કેલેબસલ પ્લેટફોર્મને શરૂઆતી સમયમાં વાપરનારવાળાઓમાં CTRLS, ESDSP ડેટા સેન્ટર, રિલાયન્સ અને વિપ્રો લિમીટેડ સામેલ છે.

Last Updated : Apr 9, 2021, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details