ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ambedkar Jayanti 2022: ડૉ. આંબેડકરની જન્મ જયંતી ઉપર રાષ્ટ્રપતિ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી - 1990માં બાબ સાહેબને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો

આજે ડૉ.ભીમરાવ આંબેડકરની 131મી જન્મ જયંતી(131st Birth Anniversary of Dr. Bhimrao Ambedkar) છે. 1990માં બાબ સાહેબને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો(Baba Saheb was awarded Bharat Ratna) હતો. 2015 માં, ભારત સરકારે 14 એપ્રિલને સમગ્ર દેશમાં સત્તાવાર જાહેર રજા તરીકે જાહેર કરી હતી. આજે સમગ્ર દેશ તેમને જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે.

Ambedkar Jayanti 2022:
Ambedkar Jayanti 2022:

By

Published : Apr 14, 2022, 10:46 AM IST

નવી દિલ્હી: ભારતીય બંધારણના ઘડવૈયા, ભારત રત્ન બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 131મી જન્મજયંતિની આજે ઉજવણી કરવામાં આવી(131st Birth Anniversary of Dr. Bhimrao Ambedkar) રહી છે. ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ મધ્ય પ્રદેશના મહુમાં થયો હતો. ભીમરાવ આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાયપ્રધાન હતા. આંબેડકર જયંતિ ભારતમાં સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે ઓળખાય છે.

131મી જન્મ જયંતીની ઉજવણી - આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને PM નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સંસદ ભવનના લૉનમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ડો. આંબેડકરને તેમના ભાષણનો વીડિયો ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

14 એપ્રિલના રોજ જાહેર રજા કરી જાહેર - ડૉ. આંબેડકર એક પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક હતા. તેમણે દલિત બૌદ્ધ ચળવળની સાથે મહિલાઓ અને કામદારોના અધિકારોના રક્ષણ માટે પગલાં લીધાં. ભીમરાવ આંબેડકર ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા હતા. ડો. આંબેડકર જાતિ વ્યવસ્થા અને અસ્પૃશ્યતાના વિરોધી હતા. તેમના જીવનકાળ દરમિયાન, તેમણે જાતિ પ્રથાનો સખત વિરોધ કર્યો. બાબાસાહેબ આંબેડકરે દલિતોના ઉત્થાન માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા. તેમણે સમાજના વંચિત વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સંઘર્ષ કર્યો અને અભિયાન ચલાવ્યું. ડૉ.ભીમરાવ આંબેડકરને 1990માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. 2015 માં, ભારત સરકારે 14 એપ્રિલને સમગ્ર દેશમાં સત્તાવાર જાહેર રજા તરીકે જાહેર કરી હતી.

ABOUT THE AUTHOR

...view details