અંબાણી પરિવારને 3 કલાકમાં જ ખતમ કરી દેવાની મળી ઘમકી - એન્ટિલિયા કાંડ શું છે
એન્ટિલિયા કાંડ બાદ હવે અંબાણી પરિવારને ફરી ધમકી મળી Ambani family threatened again છે. આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યો ફોન આવ્યો છે.
મુંબઈઃ એન્ટિલિયા કાંડ બાદ હવે અંબાણી પરિવારને ફરી ધમકીઓ મળી (Ambani family threatened again) છે. આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યો ફોન આવ્યો છે. ફોન કરનારે મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપી હતી, ત્યારબાદ હોસ્પિટલના લોકોએ DB માર્ગ પોલીસ સ્ટેશનમાં (DB Marg Police Station) આ અંગે ફરિયાદ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે, કુલ 8 ધમકીભર્યા કોલ આવ્યા હતા, જેને પોલીસ હવે ચકાસવાનો પ્રયાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફોન કરનારે ધમકી આપી છે કે, તે 3 કલાકમાં અંબાણી પરિવારને (Ambani family) ખતમ કરી દેશે.