- આવનાર દિવસોમાં અમેઝફિટે લોન્ચ કરશે સ્માર્ટ વોચ
- સ્માર્ટ વોચની કિમંત 5,000ની અંદર
- અનેક ફિચર્સથી સજ્જ સ્માર્ટ વોચ
નવી દિલ્હી: સ્માર્ટ વિયરેબલ બ્રાન્ડ અમેઝફિટે ઘોષણા કરી છે કે તે ભારતમાં 5,000 રૂપિયાની કિમંતની અંદર એક નવી સ્માર્ટ વોચ બિપ યૂ પ્રો લોન્ચ કરવા માટે તૈયાર છે. આ સ્માર્ટ વોચ આવનાર અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ વોચ એમેઝોન અને કંપનીના ઓનલાઈન સ્ટોર પર ત્રણ રંગો જેમકે બ્લેક, ગુલાબી, અને ગ્રીનમાં ઉપબ્ધ થશે.
આ પણ વાંચો : TESLA બાળકો માટે સ્માર્ટ વોચ લોન્ચ કરશે
સ્માર્ટ વોચમાંના ફિચર્સ
સ્માર્ટવોચમાં 1.43 ઇંચની HD,TFT-LCD કલર ડિસ્પ્લેની સાથે 2.5D કોર્નિંગ ગોરીલા 3ની સુવિધા હશે. આમાં યૂજર્સ બેકગ્રાઉંડથી પોતાનો ફોટો અપલોડ કરવા સિવાય 50 વોચ ફેસમાંથી કોઈનું પણ ચયન કરી શકો છો. અમેઝફિટ બિપ યૂ પ્રો એલેક્સા અને GPS જેવી સુવિધા હશે. કંપનીએ કહ્યું છે કે તમે અમેઝફિટ બિપ યૂ પ્રો દ્વારા એલેક્સા સાથે વાત પણ કરી શકશો, જેના કારણે યુઝર્સને વોઈઝ ઇંટરેક્શન, મ્યુઝિક, અલાર્મ, વેધર ફોરકાસ્ટ, ટ્રાફિક અપડેટ, સ્પોર્ટ અપડેટ અને અન્ય રીયલ ટાઈમ જાણકારી મળી શકે.
આ પણ વાંચો : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોનું લોકેશન જાણવા સ્માર્ટ વોચ આપતા રોષ ભભૂક્યો
દૈનિક ટ્રેેકિંગ
અમેઝફિટ બિપ યૂ પ્રો 60થી વધારે સ્પોર્ટસ મોડની સાથે દૈનિક ટ્રેકિંગ ગતિવીધીઓથી સુસજ્જિત છે. જેમાં દોડવું, સાઈકલ ચલાવી, યોગ, ડાન્સીંગ, સ્કેટિંગ, કિકબોક્સિંગ અને બીજુ ઘણું સમાવિત છે. આ ડિવાઈઝ રિયલ ટાઈમ મહત્વપૂર્ણ મીટ્રિક વિતરણ કરે છે. જેના કારણે તમને વધારે સારી રીતે કામ કરવામાં મદદ મળે. તમારી પરિસ્થિતીને જાણવા માટે સ્માર્ટવોચને એપ સાથે જોડી શકાય છે.આ તમારા પગલા, કેલેરી, ડિસ્ટન્સ અને સક્રિય કલાકની સાથે ઉપયોગકર્તાની દૈનિક ગતિવીધીઓને ટ્રેક કરે છે. જેના કારણે તેમને વધારે એક્ટીવ થવાની પ્રેરણા મળે છે. કંપનીએ કહ્યું કે અમેઝફિટ બિપ યૂ પ્રો તમારા સ્માર્ટફોન પર કોઈ કોઈ એપથી ટેક્સ મેસેઝ, ઈમેલ અને નોટીફિકેશનને સિંક કરી શકે છે.