ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Well known economist Amartya Sen is Alive: પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન જીવિત છે, તેમના દીકરીએ ઈટીવી ભારતને જાણકારી આપી

ઈટીવી ભારત સાથે મહાન અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના દીકરીએ વાત કરી છે. તેમના દીકરી નંદાના જણાવે છે કે બાબા તંદુરસ્ત છે અને જીવિત છે.

પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન જીવિત છે
પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન જીવિત છે

By PTI

Published : Oct 10, 2023, 6:06 PM IST

Updated : Oct 10, 2023, 6:29 PM IST

કોલકાતાઃ નોબલ એવોર્ડ વિજેતા અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન જીવિત છે અને તંદુરસ્ત પણ છે. આ માહિતી અમર્ત્ય સેનના દીકરી નંદાના દેબ સેને ઈટીવી ભારતને આપી છે. અમર્ત્ય સેનના દીકરી જણાવે છે કે કેટલાક મીડિયા રિપોર્ટમાં બાબા(અમર્ત્ય સેન)ને મૃત્યુ પામ્યા છે તેવું દર્શાવ્યું છે. જે ખોટા સમાચાર છે.

કેમ્બ્રિજમાં વીતાવ્યું અઠવાડિયુંઃ અમર્ત્ય સેનના દીકરી નંદાના પોતાના પિતા અને નોબલ એવોર્ડ વિજેતા પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન તંદુરસ્ત હોવાનું જણાવે છે. નંદાના વધુમાં જણાવે છે કે અમે હજુ હમણાં જ કેમ્બ્રિજમાં આખુ અઠવાડિયું સાથે વિતાવ્યું છે. અમે સાથે રહેવાનો આનંદ માણ્યો હતો. મારા પિતાજીની તબિયત તંદુરસ્ત જ છે તેમનામાં કોઈ નબળાઈ આવી નથી. તેમણે મને ગઈકાલે રાત્રે રોજ કરે છે તેટલી જ ઉષ્માપૂર્ણ રીતે ગુડબાય કર્યુ હતું. તેમનું આલિંગન અગાઉ જેટલું જ વ્હાલભર્યુ હતું.

રોજીંદા કાર્યોમાં વ્યસ્તઃ તેઓ સંપૂર્ણ રીતે કાર્યરત છે. તેઓ હાવર્ડમાં વિદ્યાર્થીઓને બે કોર્ષ શીખવી રહ્યા છે. તેમજ તેમના નવા પુસ્તકની તૈયારીઓ પણ કરી રહ્યા છે. નંદાના પોતાના પિતાની દિનચર્યા વિશે જણાવતા કહે છે કે મારા પિતા સંપૂર્ણ સ્વસ્થ છે અને પૂરી કાર્યક્ષમતાથી તેમના રોજિંદા કાર્યો કરી રહ્યા છે.

અનેક એવોર્ડ વિજેતાઃ 1998માં અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ નોબલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 1999 ભારત સરકારે અમર્ત્ય સેનને સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન એનાયત કર્યો હતો.

  1. Nobel Prize 2023: આ વર્ષે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ 3 વૈજ્ઞાનિકોને મળશે નોબલ પ્રાઈઝ
  2. Nobel Prize 2023: આ વર્ષે ભૌતિક વિજ્ઞાનમાં નોબલ એવોર્ડ માટે 3 વૈજ્ઞાનિકોની પસંદગી કરાઈ
Last Updated : Oct 10, 2023, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details