ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Amarnath Yatra: બે દિવસ સુધી અમરનાથ યાત્રામાં હતો અલ્પવિરામ, રવિવારથી ચાલવાનું ફરી શરૂ - Bal Tal Base Camp as well as Pahalgam

જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલા વરસાદને કારણે અમરનાથ યાત્રાના ભાવિકોને સીધી અસર થઈ છે. સતત વરસાદને કારણે રવિવારે સતત ત્રીજા દિવસે યાત્રા રદ્દ કરી દેવામાં આવી હતી. સૈન્યના જવાનોએ પણ ભાવિકોને જે તે કેમ્પ સાઈટ પર રોકી દીધા હતા. પણ રવિવારે બપોર સુધીમાં વાતાવરણ ચોખ્ખુ થઈ જતા રસ્તો ખોલી દેવાયો હતો. જેથી ભાવિકોએ ગુફા તરફ ડગ ભર્યા હતા.

Amarnath Yatra: બે દિવસ સુધી અમરનાથ યાત્રામાં હતો અલ્પવિરામ, રવિવારથી ચાલવાનું ફરી શરૂ
Amarnath Yatra: બે દિવસ સુધી અમરનાથ યાત્રામાં હતો અલ્પવિરામ, રવિવારથી ચાલવાનું ફરી શરૂ

By

Published : Jul 9, 2023, 12:33 PM IST

શ્રીનગરઃજમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે જનજીવનને માઠી અસર થઈ રહી છે. રવિવારે સતત ત્રીજા દિવસે પવિત્ર અમરનાથ યાત્રામાં મોટી બ્રેક લાગી હતી. જમ્મુ કાશ્મીરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પંથયાલ સુરંગ પાસે ભૂસ્ખલન થયું છે. જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. રવિવારે બોપર સુધીમાં યાત્રાના બન્ને રૂટ ચાલું કરી દેવાયા હતા. આ પહેલા સુરક્ષા સંબંધીત પાસાઓ પણ તપાસ કરાયા હતા.

યાત્રાના રૂટ પર વરસાદઃદક્ષિણ કાશ્મીરના પહલગાંવ અને ઉત્તર કાશ્મીરના બાલતાલના યાત્રાના માર્ગ પર ભારે વરસાદ થયો હતો. જેના કારણે યાત્રામાં અલ્પવિરામ મૂકાયો હતો. અમરનાથ યાત્રા સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, શિબિર કે કેમ્પમાંથી કોઈ ભાવિકોને ગુફા સુધી જવાની કોઈ મંજૂરી દેવાઈ નથી. સૈન્ય જવાનોએ પણ રસ્તાનું નિરિક્ષણ કર્યું છે.

વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. રવિવારે બપોર થતા વાતાવરણ સ્વચ્છ થવા માંડ્યું હતું. સમગ્ર સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રસ્તો ખોલવામાં આવશે, અત્યાર સુધીમાં 87000થી વધારે ભાવિકોએ અમરનાથ શિવલીંગના દર્શન કરી લીધા છે. યાત્રીઓ કાં તો પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ દ્વારા હિમાલયન ગુફા મંદિર સુધી પહોંચે છે.-- બોર્ડ અધિકારી

43 kmનું ચઢાણઃ જેમાં પહેલગામ બેઝ કેમ્પથી 43 કિમીની ચઢાણ અથવા ઉત્તર કાશ્મીરના બાલટાલ બેઝ કેમ્પથી 13 કિમી ચઢાણનો સમાવેશ થાય છે. પરંપરાગત પહેલગામ માર્ગનો ઉપયોગ કરનારાઓને ગુફા મંદિર સુધી પહોંચવામાં 3-4 દિવસ લાગે છે, જ્યારે બાલટાલ માર્ગનો ઉપયોગ કરનારાઓ દરિયાની સપાટીથી 3,888 મીટરની ઊંચાઈ પર સ્થિત ગુફા મંદિરની અંદર 'દર્શન' કર્યા પછી તે જ દિવસે બેઝ કેમ્પ સુધી પહોંચે છે.

હેલિકોપ્ટર સેવા પ્રાપ્યઃ બંને રૂટ પર મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે. ગુફા મંદિરમાં બરફનું માળખું છે જે ભક્તો માને છે કે ભગવાન શિવની પૌરાણિક શક્તિઓનું પ્રતીક છે. બરફના સ્ટેલાગ્માઇટ્સની રચના ચંદ્રના તબક્કાઓ સાથે ઘટે છે અને વધે છે. આ વર્ષની 62 દિવસની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી. 31 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા પર્વ સાથે સમાપ્ત થશે.

  1. Jammu Kashmir: અમરનાથ યાત્રાનો પ્રથમ બેચ નુનવાન બેઝ કેમ્પથી પવિત્ર ગુફા માટે રવાના થયો
  2. Jammu Kashmir Encounter: રાજૌરીના દસાલમાં એન્કાઉન્ટરમાં આતંકીને ફૂંકી મરાયો, સર્ચ ઑપરેશન શરૂ

ABOUT THE AUTHOR

...view details