- ચાલુ વર્ષે અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થશે
- રક્ષાબંધન સુધી ચાલશે અમરનાથ યાત્રા
- શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાના અધ્યક્ષપદે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે, આ વર્ષની અમરનાથ યાત્રા 28 જૂનથી યોજાશે.
આ પણ વાંચો -અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, સુરક્ષાકર્મીઓને કરાયા એલર્ટ
ગત વર્ષે કોરોના મહામારીને કારણે રદ્દ કરાઇ હતી અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રા ગત વર્ષે કોરોના મહામારીને કારણે રદ્દ કરવામાં આવી હતી, પરંતુ ચાલુ વર્ષે અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થશે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની અધ્યક્ષતામાં શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો -અમરનાથ યાત્રા પર પ્રતિબંધ લગાવતી અરજીમાં SC નહીં કરે દખલગીરી, કહ્યું, આ નિર્ણય સરકારનો
યાત્રા સરળ બનાવવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરાશે
ચાલુ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થશે. જે રક્ષાબંધન સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશના ભક્તો આખા વર્ષ દરમિયાન અમરનાથની યાત્રા માટે રાહ જોતા હોય છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા પ્રવાસીઓના આ પ્રવાસને સરળ બનાવવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવે છે.
આ પણ વાંચો -કોરોના ઈફેક્ટ: અમરનાથ યાત્રા રદ, શ્રાઈન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય
21 જૂન, 2020 -અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર મંગળવારે થયેલી બેઠકમાં ઉપરાજ્યપાલ અને જમ્મુકાશ્મીર પ્રસાશનની બેઠકમાં સીઇઓ અમરનાથ શ્રાઇન બોર્ડ બિપુલ પાઠક અને કેટલાક મોટા પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.