શ્રીનગરઃહિમાયલના વિસ્તારમાં આવેલી પવિત્ર અમરનાથ ગુફામાં શ્રદ્ધાળુઓ દર્શન હેતું આવી રહ્યા છે. આ વર્ષે દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. શનિવારે આવેલા એક રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે, પવિત્ર શિવલીંગ 2 લાખથી વધારે શિવભક્તોએ દર્શન કર્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ વખતે શરૂઆતના 15 દિવસમાં જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા હતા. કુલ સંખ્યાનો આંક 2 લાખને પાર થવા જઈ રહ્યો છે. કુલ 2,08,415 જેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. જેમાં 15,510 પુરૂષો 5,034 મહિલાઓ 617 બાળકો અને 240 સાધ-સંતોનો સમાવેશ થાય છે.
યુક્રેનની યાત્રીઃયાત્રાળુઓમાં યુક્રેનની એક મહિલા પણ હતી. તેમણે યાત્રા વિશે પોતાના મંતવ્યો શેર કર્યા હતા. વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. હિમાલય વિસ્તારમાં સ્થિત 3,888-મીટર-ઊંચી ગુફા મંદિરની 62-દિવસીય વાર્ષિક યાત્રા તારીખ 1 જુલાઈથી શરૂ થઈ હતી. તારીખ 31 ઓગસ્ટ સુધી ચાલું રહી હતી. આ યાત્રા માટે બે રૂટ છે. એક, અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબો નુનવાન-પહલગામ માર્ગ, જ્યારે બીજો ગાંદરબલ જિલ્લામાં બાલટાલ માર્ગ છે, જે ટૂંકો છે પરંતુ દુર્ગમ છે. એવું પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું.