શ્રીનગર: આ વર્ષે અમરનાથ યાત્રા (Amarnath Yatra In 2022) શરૂ થયા બાદ 5 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે, જ્યારે 40,000થી વધુ યાત્રાળુઓએ દક્ષિણ કાશ્મીર હિમાલયમાં સ્થિત પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગની મુલાકાત (40 thousand devotees visited Baba Barfani) લીધી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. અધિકારીઓના જણાવ્યા અનુસાર વીરેન્દ્ર ગુપ્તા નામનો એક યાત્રી યાત્રાના ચંદનવાડી-શેષનાગ રૂટ પરથી ગુમ થઈ ગયો છે.
આ પણ વાંચો:નૂપુર શર્મા બાદ હવે સેન્ટ્રલ એજન્સીઓએ હિન્દુ ફેડરેશનના પ્રમુખને આપી ચેતવણી
અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચમાંથી ત્રણ લોકોના મોત હૃદયની નિષ્ફળતાને કારણે થયા હતા. દિલ્હીના જય પ્રકાશનું ચંદનવાડીમાં, બરેલીના દેવેન્દ્ર તાયલ (53)નું નિચલી ગુફામાં અને બિહારના લિપો શર્મા (40)નું કાઝીગુંડ કેમ્પમાં મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રના જગન્નાથ (61)નું પીસા ટોપ ખાતે સ્વાસ્થ્યના અન્ય કારણોસર મૃત્યુ થયું હતું જ્યારે રાજસ્થાનના આશુ સિંહ (46)નું એમજી ટોપ ખાતે ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો:ભારતીય સરહદ પર માનવતા મેહકી: ભૂલથી બાળક પાકિસ્તાનથી ભારત આવી ગયુ અને...
અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે સવારે 10 વાગ્યા સુધી 40,233 શ્રદ્ધાળુઓએ ગુફામાં કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગના દર્શન કર્યા અને પ્રાર્થના કરી. વાર્ષિક 43-દિવસીય અમરનાથ યાત્રા 30 જૂનના રોજ બંને બેઝ કેમ્પ - દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં નુનવાન-પહલગામ રૂટ અને મધ્ય કાશ્મીરમાં ગાંદરબલમાં બાલતાલ રૂટથી શરૂ થઈ હતી. રક્ષાબંધન નિમિત્તે 11 ઓગસ્ટે આ યાત્રાનું સમાપન થશે.