અલવર: રાજસ્થાનમાંથી સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જિલ્લા અલવરમાં એક સગીર પર સામૂહિકદુષ્કર્મ(gang rape in alwar) ની ઘટના બની છે. જેનો આરોપ આઠ વ્યક્તિઓ પર છે. સામૂહિક દુષ્કર્મનું જઘન્ય કૃત્ય 9 મહિનાથી ચાલતું હતું. કેટલીક અશ્લીલ તસવીરોના આધારે (Alwar Minor Gang Raped) સગીરાને ફસાવી, ગંદું કામ કર્યું, પછી બ્લેકમેલ કરીને હજારો રૂપિયાની ઉચાપત કરી. હિંમત કરીને સગીરાએ પરિવારજનોને કહ્યું, પછી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેમાં કુકર્મનો કેસ પોલીસે નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પૈસાનો મામલો નોંધાયો: કિશનગઢ-બાસ પોલીસ સ્ટેશનના અધિકારી અમિત ચૌધરીએ ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે. પીડિતાને પૈસા માટે બ્લેકમેલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું છે કે, બાળકીનું મેડિકલ થઈ ચેકઅપ થઈ ગયું છે. આ મામલે 8 લોકો સામે નોમિનેટેડ રિપોર્ટ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીના ઘરે પણ દરોડા પાડ્યા છે.
અલવરના કિશનગઢ બાસમાં એક સગીરા સાથે સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો ખોટું બોલીને ફસાવી: પીડિત સગીરા યુવતીએ તેની ફરિયાદમાં સમગ્ર ઘટનાની વિગતો આપી છે. તેમણે કહ્યું છે કે, તારીથ 31 ડિસેમ્બર 2021ના રોજ યુવકોએ તેને ખોટું બોલીને ફસાવી હતી. તેની સાથે ગંદુ ક્રૃત્ય કર્યું હતુંં. સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. સગીરાનું કહેવું છે કે, તે કલાકો સુધી બેભાન રહી. બાદમાં ઘરે પહોંચી હતી. આ પછી બળાત્કારીઓએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જેના કારણે મામલો ગરમાયો હતો.
વાયરલ કરવાની ધમકીઓ:નરાધમોએ છોકરી પરકુકર્મ કરી અને બ્લેકમેલ કરવામાં આવતી હતી. તેમણે કહ્યું કે, જો તે આ ઘટના કોઈની સાથે શેર કરશે તો ક્લિપ્સ વાયરલ થઈ જશે. આ પછી પૈસા ઉઘરાવવાનો ખેલ શરૂ થયો હતો. આરોપીએ ધીમે ધીમે યુવતી પાસેથી લગભગ 50 હજાર રૂપિયા પડાવી લીધા હતાં. આરોપ છે કે, યુવતી પર તારીખ 3 જાન્યુઆરી 2022 અને ત્યારબાદ 6 એપ્રિલ 2022ના રોજ પણ આરોપીઓએ દુષ્કર્મ કર્યું હતું.
ક્લિપ વાઈરલ: યુવતી પાસેથી હજારો રૂપિયા પડાવી લીધા બાદ પણ આરોપીઓએ આર્થિક રીતે ખંખેરવાનું ચાલું રાખ્યું હતું. તેનો લોભ વધી ગયો અને તેણે પીડિતા પાસેથી લગભગ 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ વખતે સગીરાએ આટલી મોટી રકમ ન આપી શકી. પરિણામે આરોપીએ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જ્યારે આ વીડિયો સગીરના પરિવારના સભ્યો સુધી પહોંચ્યો તો તેઓ ચોંકી ગયા હતા. જ્યારે પીડિતાને પૂછવામાં આવ્યું તો તેણે લાચારીની આખી કહાની કહી હતી. આ પછી પીડિતાના ભાઈએ કિશનગઢબાસ પોલીસ સ્ટેશનમાં 8 યુવકો વિરુદ્ધ પોક્સો અને આઈટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.
આરોપીઓના નામઃઆ કેસમાં 8 આરોપીઓ છે. તેમના નામ અરબાઝ પુત્ર નફીસ (રહે. નાગલા ડુંગર), જાવેદ પુત્ર કલ્લુ (રહે. બજોત), મુસ્તાકિમ પુત્ર અયુબ (રહે. ઈસ્માઈલપુર), તાલીમ પુત્ર શરફુ (રહે. ઈસ્માઈલપુર), સલમાન ઉર્ફે છોટાલાલ પુત્ર સબ્બુ (રહે. ઈસ્માઈલપુર), અકરમ પુત્ર સુલેમાન છે. (બાજોટ ઈસ્માઈલપુર), અકરમ પુત્ર ઉમર (રહે. ઈસ્માઈલપુર), સાહિલ પુત્ર રફીક (ઈસ્માઈલપુર) રહે છે.