ન્યુઝ ડેસ્ક :સુપ્રીમ કોર્ટ ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ભડકાવવાના કેસની સુનાવણી કરવા સંમત થઈ છે. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ઝુબેર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ, જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટિસ જેકે મહેશ્વરીની વેકેશન બેન્ચે ગુરુવારે કહ્યું હતું કે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાની મંજૂરી પછી આ મામલાને શુક્રવારે સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક ઝુબેરની જામીન અરજી પર સુનાવણી કરવા થઇ સંમત
ઝુબેર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વેસે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તેની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
વકીલનું બયાન - ઝુબેર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વેસે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તેની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે તાકીદે સુનાવણીની વિનંતી કરતાં તેમણે કહ્યું કે, ત્યાંના લોકો તેમને ધમકી આપી રહ્યા હોવાથી તેમના જીવને જોખમ છે. હિન્દુ શેર સેનાના સીતાપુર જિલ્લા પ્રમુખ ભગવાન શરણ દ્વારા 1 જૂનના રોજ ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ધાર્મિક લાગણીઓને ભડકાવવાના ઈરાદા સાથે ઈરાદાપૂર્વક અને દૂષિત કૃત્ય) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ-67 હેઠળ ઝુબેર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. હતી.
આ કારણો સર કરાઇ ધરપકડ - દિલ્હી પોલીસે 27 જૂને ઝુબેરની એક ટ્વીટ દ્વારા ધાર્મિક લાગણી ભડકાવવા બદલ ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 120B (ગુનાહિત ષડયંત્ર) અને 201 (પુરાવાઓનો નાશ) અને ઝુબેર વિરુદ્ધ વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એક્ટની કલમ 35 ની જોગવાઈઓ પણ લગાવી છે.
TAGGED:
ઝુબેરની જામીન અરજી