- ચૂંટણી અને કુંભમાં કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘનનો આક્ષેપ
- સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ચંદ્રચુડની અધ્યક્ષતામાં સોમવારે સુનાવણી
- સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ પાઠકે 16 એપ્રિલે અરજી કરી હતી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ સોમવારે નોયડામાં આવેલી એડવોકેટ ઓન રેકોર્ડ, સંજયકુમાર પાઠક દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં કોરોના મહામારી સંબંધિત દિશાનિર્દેશને કડકપણે લાગુ કરવા તેનું ઉલ્લંઘન કરનારા લોકો સામે કાર્યવાહી કરવા માટે નિર્દેશની માગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃચૂંટણી પંચ સામે મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીઓ ન્યાયિક આદેશનો હિસ્સો નથીઃ સુપ્રીમ કોર્ટ
3 જસ્ટિસ અરજી પર સુનાવણી કરશે
તાજેતરમાં જ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને કુંભ મેળા દરમિયાન પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું હતું. જસ્ટિસ ડો. ધનંજય વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટના ત્રણ જસ્ટિસ જસ્ટિસ નાગેશ્વર રાવ અને રવિન્દ્ર ભટ્ટની બેન્ચ એડવોકેટ પાઠકની અરજી પણ સુનાવણી કરશે. એડવોકેટ 16 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી દાખલ કરી હતી.