વારાણસી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં (Shri Krishna Janmabhoomi case) પણ વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પીયૂષ અગ્રવાલની બેન્ચે આ આદેશ આપ્યો છે. 4 મહિનામાં વીડિયોગ્રાફી કરાવીને સર્વે રિપોર્ટ હાઈકોર્ટમાં દાખલ કરવાનો રહેશે. કમિશનર તરીકે એક સિનિયર એડ્વોકેટ અને બે એડ્વોકેટને આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે. સક્ષમ અધિકારીઓ આ સર્વે પંચમાં વાદી અને પ્રતિવાદીની સાથે સામેલ થશે.
આ પણ વાંચોહિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને ફટકારી નોટિસ
વીડિયોગ્રાફી કરવાનો આદેશ અપાયોવારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં (krishnabhoomi idgah dispute) પણ વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પીયૂષ અગ્રવાલની બેન્ચે આ આદેશ આપ્યો છે. 4 મહિનામાં વીડિયોગ્રાફી કરાવીને સર્વે રિપોર્ટ હાઈકોર્ટમાં દાખલ કરવાનો રહેશે. કમિશનર તરીકે એક સિનિયર એડ્વોકેટ અને બે એડ્વોકેટને આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે. સક્ષમ અધિકારીઓ આ સર્વે પંચમાં અરજદારની સાથે સામેલ થશે.
સર્વે દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા મનીષ યાદવે કહ્યું, 'વિવાદિત માળખાના સર્વેની અરજી પર એક વર્ષથી મથુરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ હતી, આજે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ચાર મહિનામાં ચુકાદો આપો. અરજી પર અને સર્વે કર્યા પછી હાઇકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરો. વીડિયોગ્રાફી માટે એક એડવોકેટ કમિશનર અને બે મદદનીશોની નિમણૂક કરવામાં આવશે, વાદી-જવાબદાર ઉપરાંત જિલ્લાના તમામ સક્ષમ અધિકારીઓ તેમની સાથે હાજર રહેશે. હાઈકોર્ટે આજે આદેશ આપ્યો છે, આવતીકાલે અમે તેને મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરીશું, ત્યારબાદ ચાર મહિનામાં સર્વે અને વીડિયોગ્રાફી પૂર્ણ કરવાની રહેશે, જ્ઞાનવાપીની જેમ અહીં પણ વીડિયોગ્રાફી સર્વે (Videography survey in Krishna Janmabhoomi case) થશે. આ મામલામાં આ પહેલું પગલું છે, સર્વે દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોગુલાબ નબી આઝાદે કહ્યું, મોદી એક બહાનું છે, પરિવારના સભ્યોએ તેમને ઘર છોડવા મજબૂર કર્યા
શું છે સમગ્ર મામલો વાસ્તવમાં, ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાનના અરજદાર મિત્ર મનીષ યાદવે ગયા વર્ષે મથુરાની જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરીને શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદિત પરિસરના વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવા મોનીટરીંગ માટે કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરવાની માંગ કરી હતી. એક વર્ષથી વધુ સમય વીતી જવા છતાં આ અરજી પર સુનવણી હજુ સુધી પૂર્ણ થઈ નથી. મનીષ યાદવે તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં માંગણી કરવામાં આવી હતી કે સુનાવણી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે.
4 મહિનામાં અપાશે ચુકાદો મનીષ યાદવની અરજીમાં હાઈકોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે નીચલી કોર્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આજે આ મામલામાં હાઈકોર્ટે (allahabad highcourt dicision) મથુરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને 4 મહિનામાં મનીષ યાદવની અરજી પર સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો આપવા જણાવ્યું છે. હવે મથુરાની જિલ્લા અદાલતે નક્કી કરવાનું છે કે, તે મનીષ યાદવની અરજી પર શું નિર્ણય લે છે? જિલ્લા અદાલતે 4 મહિનામાં ચુકાદો આપવાનો છે. આવેદનમાં મુખ્યત્વે 2 માંગણીઓ કરવામાં આવી છે. વિવાદિત જગ્યાના વૈજ્ઞાનિક સર્વેનો આદેશ આપવો જોઈએ અને સર્વેની દેખરેખ માટે કોર્ટ કમિશનરની પણ નિમણૂક કરવી જોઈએ. આ કેસમાં અરજદાર મનીષ યાદવ વતી તેમના વકીલ રામાનંદ ગુપ્તાએ હાઈકોર્ટમાં દલીલો કરી હતી.