લખનૌ:અલ્હાબાદ હાઈકોર્ટે(Allahabad High Court) કોવિડ -19 ના ત્રીજી લહેરના વધતા ભયને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને ભારતના ચૂંટણી પંચને ચૂંટણી રેલીઓ સ્થગિત (UP elections should be postponed) કરવા અને ચૂંટણીઓ મુલતવી રાખવા અંગે વિચારણા કરવા વિનંતી કરી છે.
જસ્ટિસ શેખર કુમાર યાદવે જણાવ્યું
જસ્ટિસ શેખર કુમાર યાદવે એક કેસમાં અરજદારની જામીન અરજીને મંજૂરી આપતાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને ત્રીજી લહેર આવવાની સંભાવના છે. આ ભયાનક રોગચાળાને જોતા ચીન, નેધરલેન્ડ, જર્મની જેવા દેશોએ સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન લાદી દીધું છે.
બીજી લહેરમાં લાખો લોકો સંક્રમિત થયા અને મૃત્યુ પામ્યા
અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કેે, બીજી લહેરમાં અમે જોયું કે લાખો લોકો સંક્રમિત થયા અને મૃત્યુ પામ્યા. ગ્રામ પંચાયત અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને કારણે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા અને મૃત્યુ પામ્યા છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક
અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે , હવે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક છે જેના માટે તમામ પક્ષો રેલીઓ, સભાઓ વગેરે યોજીને લાખો લોકોને એકત્ર કરી રહ્યા છે, જ્યાં કોવિડ પ્રોટોકોલનું કોઈપણ રીતે પાલન કરવું શક્ય નથી. જો તેને સમયસર રોકવામાં નહીં આવે તો તેના પરિણામો બીજી લહેર કરતાં વધુ ભયાનક હશે.