પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઈકોર્ટે બહુચર્ચીત નોઈડાના નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલી અને મોનિંદર સિંહ પંઢેરને નિર્દોષ જાહેર કર્યા છે. સુરેન્દ્ર કોલીને અગાઉ નીચલી અદાલતે ફાંસીની સજા ફટકારી હતી. આ નિર્ણય સામે સુરેન્દ્ર કોલીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રા અને જસ્ટિસ એસએએચ રિઝવીની ખંડપીઠે ચુકાદો આપતા તેમને નિર્દોષ જાહેર કર્યા. જ્યારે મોનિન્દર સિંહ પંઢેરને પણ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
Nithari case: નિઠારી કાંડ મામલે આરોપી સુરેન્દ્ર કોલી અને પંઢેરને અલ્હાબાદ હાઈકોર્ટે કર્યા દોષમુક્ત - નોઈડાનો નિઠારી કાંડ
અલ્હાબાદ હોઈકોર્ટે નિઠારી કેસના આરોપી સુરેન્દ્ર કોલી અને મોનિંદર સિંહ પંઢેરને દોષમુક્ત કરી દીધા છે. બંનેને પહેલાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. નિર્ણય સામે સુરેન્દ્ર કોલીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રા અને જસ્ટિસ એસએએચ રિઝવીની ખંડપીઠે ચુકાદો આપતા તેમને નિર્દોષ જાહેર કર્યા છે.
Published : Oct 16, 2023, 12:18 PM IST
આરોપીઓને મળી હતી ફાંસીની સજા:નિઠારી કાંડમાં સીબીઆઈ દ્વારા કુલ 16 કેસ દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમાં સુરેન્દ્ર કોલીને 14 કેસમાં ફાંસીની સજા મળી ચુકી છે. જ્યારે મોનિંદર સિંહ પંઢેર વિરૂધ્ધ 6 કેસ દાખલ હતાં. જેમાંથી 3 કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. કોલીને 12 કેસમાં જ્યારે પંઢેરને 2 કેસમાં કોર્ટે દોષમુક્ત કર્યા છે.
શું છે નિઠારી કાંડ: વર્ષ 2005 થી 2006 દરમિયાન આ કાંડે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. ડિસેમ્બર 2006માં નોઈડાના નિઠારીમાં મોનિંદર સિંહ પંઢેરની હવેલી પાસે એક નાળામાંથી માનવ હાડપિંજર મળ્યાં હતાં. ત્યાર બાદ પોલીસે તપાસ કરી તો ઘણાં બાળકોનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ખૌફનાક કહાની સામે આવી હતી. સીબીઆઈએ આ મામલે કુલ 16 કેસ દાખલ કર્યા હતાં. તમામ કેસમાં મોનિંદર સિંહના નોકર સુરેન્દ્ર કોલી પર હત્યા, અપહરણ અને દુષ્કર્મ ઉપરાંત પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. જ્યારે મોનિંદર સિંહ પંઢેર પર એક કેસમાં અનૈતિક બાળકોની તસ્કરીનો આરોપ લાગ્યો હતો.