નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દેશની તમામ મહિલાઓને સુરક્ષિત અને કાયદાકીય રીતે ગર્ભપાત કરવાનો અધિકાર છે.(supreme court decision about abortion) સર્વોચ્ચ અદાલતે પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચેના ગર્ભપાતના અધિકારને ખતમ કરી દીધો છે.(unmarried women can abort safely ) પરિણીત મહિલાની જેમ અવિવાહિત મહિલાને પણ ગર્ભપાત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતમાં અપરિણીત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ભારતમાં તમામ મહિલાઓને પસંદગી કરવાનો અધિકાર છે.
અપરિણીતને પણ ગર્ભપાત અધિકાર: કોર્ટે કહ્યું છે કે, ભારતમાં અવિવાહિત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો અર્થ એ છે કે, હવે અપરિણીત મહિલાઓને પણ 24 અઠવાડિયા સુધીનો ગર્ભપાત કરવાનો અધિકાર મળી ગયો છે. SC એ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી રૂલ્સના નિયમ 3-Bને લંબાવ્યો છે. તમને જણાવી દઈએ કે સામાન્ય કેસમાં 20 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછા સમયના ગર્ભપાતનો અધિકાર અત્યાર સુધી માત્ર પરિણીત મહિલાઓને જ હતો. ભારતમાં ગર્ભપાત કાયદા હેઠળ, પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચે કોઈ ભેદ નથી. ગર્ભપાતના હેતુ માટે બળાત્કારમાં વૈવાહિક બળાત્કારનો પણ સમાવેશ થાય છે.