- શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય
- માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી રહેશે
- વેક્સિનેશન સંબંધિત તમામ નિયમો લાગુ રહેશે
ભોપાલ: મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં કોરોનાને લઇને લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો (Restriction) તાત્કાલિક પ્રભાવિત હટાવી દેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan)ની અધ્યક્ષતામાં કોરોનાને લઇને થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ સામાજિક (Social), રાજકીય (Political), રમત-મનોરંજન (Sports-Entertainment), સાંસ્કૃતિક (Cultural), ધાર્મિક આયોજન પણ પૂર્ણ ક્ષમતાથી કરવામાં આવી શકાશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Mask And Social Distancing)નું પાલન કરવું અત્યંત જરૂરી હશે. મુખ્યપ્રધાને આને તાત્કાલિક પ્રભાવથી લાગુ કરી દેવામાં આવ્યું છે.
આ તમામ છૂટ મળી
પ્રદેશમાં સંપૂર્ણ ક્ષમતાની સાથે સિનેમા હૉલ (Cinema Hall), સ્વિમિંગ પૂલ ઑપન (Swimming Pool)
MPમાં તમામ સામાજિક, રાજકીય, રમત-મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક આયોજનને ખુલ્લી છૂટ
પ્રદેશમાં સમારંભ નીકાળી શકાશે
લગ્ન (Wedding) અને અંતિમ સંસ્કાર પણ પૂર્ણ ક્ષમતાની સાથે થઇ શકશે