- કોરોનાના કહેરના કારણે અનેક પ્રવાસન સ્થળ બંધ
- ASI સંરક્ષિત તમામ સ્મારક 15 જૂન સુધી બંધ
- તાજ મહાલથી લઈ તમામ મોટા સ્મારક બંધ
આગ્રાઃ કોરોનાના કહેરના કારણે અનેક પ્રવાસન સ્થળ બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે ASI સંરક્ષિત તમામ સ્મારક પણ હવે 15 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારથી તાજમહેલ (Tajmahal ), આગ્રાનો કિલ્લો, ફતેહપુર સીકરી, લાલ કિલ્લા, કુતુબમિનાર, હુમાયુનો મકબરો, અજંતા ઈલોરાની ગુફા સહિત દેશના 200થી વધુ ઐતિહાસિક સ્મારક, પુરાતત્વ સ્થળ અને સંગ્રહાલયમાં પ્રવાસીઓનો પ્રવેશ બંધ છે.
આ પણ વાંચો-રાજસ્થાનમાં 9 જૂન સુધી લૉકડાઉન, 30 જૂન સુધી નહીં થઈ શકે લગ્ન પ્રસંગ
15 જૂન સુધી તમામ સ્મારક બંધ રાખવા આદેશ
ASIના આગ્રા સર્કલના અધિક્ષક પુરાતત્વવિદ્ વસંતકુમાર સ્વર્ણકારે જણાવ્યું હતું કે, ડિરેક્ટર ડો. એન. કે. પાઠકે રવિવારે ફરી નિર્દેશ જાહેર કર્યો છે, જેમાં તાજ મહેલ, આગ્રાનો કિલ્લા સહિત આગ્રા સર્કલના તમામ સ્મારકોને 15 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.ત હવે આગ્રાના તમામ સ્મારક બંધ રહેશે.
15 જૂન સુધી તમામ સ્મારક બંધ રાખવા આદેશ આ પણ વાંચો-સરકારે કોરોનાની જાદુઈ દવા પર કેમ લગાવ્યો પ્રતિબંધ ? કોરોના પ્રોટોકોલથી શરૂ કરાશે તમામ સ્મારક
ટૂરિસ્ટ ગાઈડ વેલફેર એસોસિએશનના અધ્યક્ષ દિપક દાને જણાવ્યું હતું કે, પ્રવાસન સાથે જોડાયેલા તમામ હિતધારકોની રોજગારીને ધ્યાનમાં રાખતા ઝડપથી તમામ સ્મારક કોરોના પ્રોટોકોલ સાથે શરૂ કરવા જોઈએ, જેનાથી તમામ લોકોને રોજગારી મળે.