ઉત્તરપ્રદેશ : જિલ્લામાં વાંદરાઓના આતંકથી પરેશાન કોલેજ પ્રશાસને કેમ્પસમાં લંગુરના ફોટા લગાવ્યાMonkey terror in Aligarh) છે. વાંદરાઓને ડરાવવા માટે કેમ્પસમાં લંગુરને પણ નોકરી પર રાખવામાં આવ્યો છે. આ માટે લંગુરના માલિકને દર મહિને 9,000 રૂપિયાનું વેતન પણ આપવામાં આવી રહ્યું(college hired a monkey) છે. અત્યાર સુધીમાં વાંદરાઓ દ્વારા ડઝનબંધ વિદ્યાર્થીઓ પર હુમલો કરી ચૂક્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ખોરવાઈ રહ્યો છે. વાંદરાઓના આતંકને જોતા આચાર્યએ મહાપાલિકાને પત્ર પણ લખ્યો છે.
આ પણ વાંચો -ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં સાપ જોવા મળતા પ્રવાસીઓ ફફડ્યા, જુઓ વીડિયો
આતંકથી બચવા વાંદરાને અપાય છે પગાર - મામલો પોલીસ સ્ટેશન ગાંધી પાર્ક વિસ્તારની ધર્મ સમાજ કોલેજનો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ફળતાના કારણે અલીગઢમાં વાંદરાઓનો આતંક એટલો વધી રહ્યો છે કે ભયંકર વાંદરાઓએ ધર્મ સમાજ કોલેજના ડઝનબંધ વિદ્યાર્થીઓ પર હુમલો કરી ચૂક્યા છે. પ્રિન્સિપાલ રાજકુમાર વર્માએ જણાવ્યું કે, લાંબા સમયથી કોલેજ કેમ્પસમાં વાંદરાઓ મોટી સંખ્યામાં એકઠા થાય છે. આ દરમિયાન વાંદરાઓ બાળકોના ભણતરમાં પણ ખલેલ પહોંચાડે છે અને ખાવા-પીવાની વસ્તુઓ પણ લઈ જાય છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને કોલેજ કેમ્પસમાં 10 જગ્યાએ લંગુરના ફોટોગ્રાફ્સ લગાવવામાં આવ્યા છે.